AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : 21 દિવસમાં 24થી વધારે લૂંટને અંજામ આપનારી રિક્ષા ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, વાંચો શું હતી મોડેસ ઓપરેન્ડી

એકલા જતા હોય તેવા મજૂરો અથવા શ્રમિકોને બેસાડીને છરી બતાવી મારામારી કરી આ ગેંગ તેમની પાસે રહેલા રૂપિયા અને મોબાઈલ પડાવી લેતી હતી. આખરે આ ગેંગ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી છે.

Rajkot : 21 દિવસમાં 24થી વધારે લૂંટને અંજામ આપનારી રિક્ષા ગેંગને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, વાંચો શું હતી મોડેસ ઓપરેન્ડી
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:33 AM
Share

રાજકોટ શહેરમાં રિક્ષા અથવા ટેકસીમાં બેસાડી મુસાફરને લૂંટ લેવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં બેસાડીને લૂંટ લેતી ગેંગ ઝડપી પાડી છે. એકલા જતા હોય તેવા મજૂરો અથવા શ્રમિકોને બેસાડીને છરી બતાવી મારામારી કરી આ ગેંગ તેમની પાસે રહેલા રૂપિયા અને મોબાઈલ પડાવી લેતી હતી. આખરે આ ગેંગ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગઈ છે.

રિક્ષા અવાવરૂ જગ્યાએ લઈ જઈ કરતા લૂંટ

ગત 31 માર્ચે શાપર વેરાવળ ખાતે મજૂરી કરતા 2 શ્રમિકો પોતાના વતન બિહાર જવા નીકળ્યાં હતાં ત્યારે ગોંડલ ચોકડીએથી રેલવે સ્ટેશન જવા માટે તેઓ રિક્ષામાં બેઠા હતા. ત્યારે રિક્ષા ચાલકે રિક્ષા અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફરિયાદીને છરી મારી રોકડા 250 રૂપિયા અને તેની પાસે રહેલો થેલો લૂંટ લીધો હતો.

આ પણ વાંચો : Rajkot : ફરી રિક્ષા ગેંગનો આતંક સામે આવ્યો ,રિક્ષા માં બેસાડીને લોકોને લૂંટ લે છે આ ગેંગ

આ સિવાય આજીડેમ ચોકડી પરથી શંકરલાલ નામના વ્યક્તિને સરધાર જવા માટે રિક્ષામાં બેસાડી ભાવનગર રોડ પર મહિકા ગામના પાટિયા પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈ રિક્ષા ચાલક અને રિક્ષામાં રહેલા 2 શખ્સોએ છરી બતાવી 3 હજાર રૂપિયા રોકડ અને મોબાઈલ લૂંટ લીધો હતો. આ ગુનો આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. બંને ગુનાની મોડસ ઓપરેન્ડી સરખી હતી.

21 દિવસની અંદર 24 જેટલી લૂંટની ઘટનાને આપ્યો અંજામ

ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે ગોંડલ અમદાવાદ હાઇ વે પર મુરલીધર વે બ્રીજ પાસેથી આ ગેંગના 3 શખ્સો દર્શન ચૌહાણ, મયુર ડાભી, બિપીન સોલંકી અને એક બાળ તહોમતદારને લુંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આ ગેંગએ 21 દિવસની અંદર 24 જેટલી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યાની કબૂલ્યું હતું.

શહેરના કેટલાક વિસ્તારોમાં શ્રમિકોને બનાવતા નિશાન

આ ગેંગ મોટા ભાગે એકલા જઈ રહેલા લોકોને નિશાન બનાવતી અને તેમાં શ્રમિકોને ટાર્ગેટ કરતી હતી.આ ગેંગ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારો જેવા કે ગોંડલ,શાપર,મેટોડા,રીબડા, ભુણાવા, હુડકો ચોકડી,આજીડેમ ચોકડી ઉપરાંત મોરબી અને વાંકાનેર ટોલનાકા પર પણ લૂંટને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

આ ગેંગ મોટા ભાગે એકલા જઈ રહેલા પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવતા જેથી તેમને સરળતાથી લૂંટ શકે. રિક્ષામાં ચાલક ઉપરાંત તેમની જ ગેંગના 2 શખ્સો મુસાફર તરીકે બેસેલા હોય છે. અને અવાવરૂ જગ્યા પાસે પહોંચતા જ ભોગ બનનાર વ્યક્તિને છરી બતાવી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા અને મોબાઈલ અને અન્ય કોઈ સામાન હોય તો તે લૂંટીને ફરાર થઈ જાય છે.

ક્રાઇમ બ્રાન્ચે ગેંગને ઝડપી

જો કોઈ વ્યક્તિ ધાકધમકીથી ન માને તો તેના પર આ ગેંગ છરી વડે હુમલો પણ કરી દેતી હતી. લોકો પાસેથી લુટેલા રૂપિયા તેઓ અંદરો અંદર વહેંચી લેતા હતા અને તેમની પાસેથી પડાવેલા મોબાઈલ ફોન લોકલ બજારમાં નજીવા ભાવે વહેંચી દેતા હતા. છેલ્લા એક મહિનામાં આ ગેંગએ રાજકોટની આજુબાજુના વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો અને આખરે ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને પોતાના સકંજામાં લીધી છે. અને રિક્ષા,લૂંટમાં વપરાયેલ હથિયાર અને લૂટેલા રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">