Rajkot: રૈયારોડ પર આંગડિયા પેઢીમાંથી ચોરી કરનાર ટોળકીનો ભેદ ઉકેલાયો, 1ની ધરપકડ અન્ય ફરાર
રૈયારોડ પર આવેલી એચ.એમ આંગડિયા પેઢીમાં 6.5 લાખ જેટલી રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને એક નેપાળી શખ્સને ઝડપી પાડ્યો છે. ગુનામાં સંડોવાયેલા અન્ય 3 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં આંગડિયા પેઢીમાં લુંટ અને ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના રૈયા રોડ પર સદગુરુ તીર્થધામમાં એચ.એમ આંગડિયા પેઢીમાંથી રૂ.6 લાખ 50 હજાર જેટલી રોકડ રકમની ઉઠાંતરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તસ્કરો રાતના આઠ વાગ્યાની આસપાસ ઓફિસનું તીક્ષણ હથિયાર વડે તાળુ તોડી તેમાં રહેલા રોકડ 6 લાખ 55 હજાર રૂપિયા તથા CCTV કેમેરાનું ડિવીઆરની કિંમત રૂ.1500 એમ કુલ મળી 6 લાખ 56,500ના મુદ્દામાલની તસ્કરોએ ચોરી કરી હતી.
તસ્કરો સીસીટીવીમાં તોડફોડ કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા
રાત્રીના સમયે તસ્કરોએ તણી અને ગણશીયા જેવા હથિયારો વડે તાળું તોડીને લૂંટને અંજામ આપ્યાની વિગતો સામે આવી હતી. તસ્કરો સીસીટીવીમાં તોડફોડ કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જાણો શું હતી સમગ્ર ઘટના
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર જલારામ 2માં ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા જૂના આંગડીયાની પેઢી ધરાવતા વિજય સવજાણીએ જાણાવ્યું હતું કે, તસ્કરો રાતના આઠ વાગ્યાની આસપાસ ઓફિસનું તીક્ષણ હથિયાર વડે તાળુ તોડી તેમાં રહેલા રોકડ 6 લાખ 55 હજાર રૂપિયા તથા CCTV કેમેરાનું ડિવીઆરની કિંમત રૂ.1500 એમ કુલ મળી 6 લાખ 56 હજાર 500ના મુદ્દામાલ તસ્કરોએ ચોરી કરી હતી.
આ બનવાની જાણ થતા વિજય સવજાણીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે એક વ્યક્તિને 1 લાખ 18 હજાર રોકડ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપી અને બાકી રોકડ અંગે તપાસ હાથ ધરી છે.
વધુ શખ્સોની શોધખોળ હાથ ધરી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક નેપાળી શખ્સને ઝડપી પાડ્યો હતો તથા એક લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. ઝડપાયેલો રાજ ટમટા નામનો 28 વર્ષીય નેપાળી શખ્સ સ્પામાં મેનેજર તથા જાડુ પોતા કરવાનું કામ કરે છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેણે રેશમ ટમટા,શંકર બ્રાહ્મણ અને અન્ય એક શખ્સ સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…