વિશ્વ માતૃભાષા દિવસે નચિકેતા સ્કૂલની અનોખી પહેલ, વિધાર્થીઓએ રજૂ કરી ભવ્ય ભાષા ભારતની અદ્ભુત કૃતિ
બાળક માટે સ્ટેજ પર પર્ફોમન્સ કરવું એક લ્હાવો હોય છે. રાજકોટની નચિકેતા સ્કૂલમાં ભવ્ય ભાષા ભારતની કાર્યક્રમમાં પ્લે હાઉસથી લઇને ધોરણ 2 સુધીના કુલ 550 જેટલા વિધાર્થીઓએ પર્ફોમન્સ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 16 જેટલા ડાન્સ અને 10 જેટલા નાટક રજૂ કરવામાં આવ્યા હતા.

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણી ભાષાના ગૌરવને પોંખવાનો દિવસ છે. રાજકોટની નચિકેતા સ્કૂલના બાળકોએ આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરી. શાળાના વાર્ષિકોત્સવ ભાષાને સમર્પિત કર્યો અને બાળકોએ ડાયલોગ, સંગીત અને નૃત્ય વડે ભવ્ય ભાષા ભારતની પર્વ ઉજવીને આપણી ઘરોહર ગણાય તેવી માતૃભાષા અને વિવિધતામાં એકતા એવી વિવિધ ભાષાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી. બાળકોના પ્રકૃતિ અને ભાષા વચ્ચેના સમન્વયે સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા.
અંગ્રેજીમાં શિક્ષણ જરૂરી, ભાષા ન વિસરાવી જોઇએ : સાંઇરામ દવે
હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ આ કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોને સંદેશો આપતા કહ્યું હતું કે, આજે દરેક બાળક પાસે ટેલેન્ટ છે. આપણે તેને શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક વારસો આપવો ખૂબ જ જરૂરી છે. જો બાળકનું સિંચન આપણી સંસ્કૃતિ અને પરંપરા સાથે થશે તો જરૂરથી તેનો ઉછેર અને તેનું ભવિષ્ય ઉજળું જ થશે.
નચિકેતા શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક વારસાને પ્રતિતિ કરાવવાનો ઉમદા હેતુ રહેલો છે. ભવ્ય ભાષા ભારતની આ કથા-ડ્રામા અને નૃત્ય સાંઇરામ દવે દ્વારા લખવામાં આવ્યું છે અને કાલીઘેલી ભાષા અને પર્ફોમન્સથી બાળકોએ તેને સરળ ભાષામાં રજૂ કરીને ગુજરાતી ભાષા અને તેની ભવ્યતા લોકો સમક્ષ રજુ કરી હતી.
550 જેટલા વિધાર્થીઓએ કર્યું પર્ફોમન્સ
બાળક માટે સ્ટેજ પર પર્ફોમન્સ કરવું એક લ્હાવો હોય છે. રાજકોટની નચિકેતા સ્કૂલમાં ભવ્ય ભાષા ભારતની કાર્યક્રમમાં પ્લે હાઉસથી લઇને ધોરણ 2 સુધીના કુલ 550 જેટલા વિધાર્થીઓએ પર્ફોમન્સ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 16 જેટલા ડાન્સ અને 10 જેટલા નાટક રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં સર્વધર્મ સમભાવ પ્રાર્થનાથી શરૂ કરીને સમાજમાં બાળકો પ્રત્યેની અપેક્ષા, અંગ્રેજી ભાષાનું ઘેલું અને ગુજરાતી ભાષાની ભવ્યતા એટલું જ નહિ પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનો સબંધ અને તેનું મહત્વ તથા વિવિધતામાં એકતા સમાન આપણી આ સાસ્કૃતિક ઘરોહર સમાન ભાષાને મહત્વ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નચિકેતા સ્કૂલના એમડી અમિત દવે અને તેની આખી ટીમ દ્વારા સતત બે મહિનાની જહેમત ઉઠાવીને સમાજને એક સંદેશો આપવાનું અદ્દભુત કામ કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. આજના દિવસે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદર હોવો જોઇએ. તેની સાથે સાથે માતૃભાષા પ્રત્યેના આપણી જવાબદારી પણ એટલી જ છે કારણ કે આપણી માતૃભાષાનું જતન કરવાની અને તેને જાળવી રાખવી આપણી નૈતિક ફરજ પણ છે. નચિકેતા સ્કૂલ દ્વારા માતૃભાષા પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી નિભાવતું હોય તે પ્રકારનો પ્રયોગ ચોક્કસ જોવા મળ્યો હતો.