Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાયા, જીગર ભટ્ટની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 11:42 AM

Rajkot News : એચ.એન.શુક્લ કોલેજ પાસેથી યુનિવર્સિટીમાં વીડીયો રેકોર્ડિંગ સાથે પેપર લઇ જવાયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સિન્ડીકેટની મંજૂરી વિના નિયમ વિરુદ્ધ પ્રશ્નપત્ર રિસીવીંગ સેન્ટરને ફાળવાયા હતા.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવાયા, જીગર ભટ્ટની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. યુનિવર્સિટીના કુલપતિએ આક્ષેપ કર્યો હતો કે B.COM અને BBAનું પેપર એચ.એન.શુક્લ કૉલેજમાંથી ફૂટ્યું હતું. જેને લઈ યુનિવર્સિટીએ એચ.એન.શુક્લ કૉલેજના કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ પુરાવા એકત્ર કર્યા બાદ તેની ધરપકડ કરે તેવી શક્યતા છે, તો બીજીતરફ એચ.એન.શુક્લ કૉલેજના સંચાલક અને કોર્પોરેટર નેહલ શુક્લએ કૉલેજ પરના તમામ આરોપો ફગાવી દીધા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ-બી.કોમના પેપર લીક કૌભાંડમાં હવે એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. એચ.એન.શુક્લ કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ યુનિવર્સિટીના સત્તાધીશો પર ગંભીર આરોપ મૂક્યા છે. નેહલ શુક્લએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ જ પેપર લીક કર્યા છે.

નેહલ શુકલાના ગિરીશ ભીમાણી ઉપર આક્ષેપ

એચ.એન.શુક્લ કોલેજ પાસેથી યુનિવર્સિટીમાં વીડીયો રેકોર્ડિંગ સાથે પેપર લઇ જવાયા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સિન્ડીકેટની મંજૂરી વિના નિયમ વિરુદ્ધ પ્રશ્નપત્ર રિસીવીંગ સેન્ટરને ફાળવાયા હતા. એટલું જ નહીં રૂપિયાના ભાગ પાડી પેપર લીક કરાયાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નેહલ શુક્લએ ઈન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણી પર આરોપ મૂક્યો છે કે તેમણે પરીક્ષા વિભાગને ખોખલું કરવાનું કામ કર્યું છે અને પરીક્ષા વિભાગને માત્ર પરિણામ પુરતો સિમીત કરી નાખ્યો છે. નેહલ શુક્લનો દાવો છે કે એચ.એન. શુક્લ કોલેજને બદનામ કરવાનું ષડયંત્ર છે. નેહલ શુક્લ ઇન્ચાર્જ કુલપતિ સામે રૂ.6 કરોડ અને રજીસ્ટ્રાર સામે રૂપિયા 5 કરોડના બદનક્ષીનો દાવો કરશે.

પેપરલીક કાંડમાં 111 દિવસ બાદ નોંધાઈ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં આખરે 111 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે 12 ઓક્ટોબરના રોજ BBA અને B.COMના રોજ પેપર ફૂટ્યું હતું. બંને પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. યુનિવર્સિટીના રજીસ્ટ્રારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીગર ભટ્ટ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જીગર ભટ્ટ એચ.એન.શુક્લ કૉલેજનો કર્મચારી છે. આ જ કૉલેજમાંથી પેપર ફૂટ્યું હતું. આ કૉલેજ ભાજપના કોર્પોરેટર અને આગેવાન નેહલ શુક્લની છે. જેના પર આરોપ છે તે જીગર ભટ્ટ કોર્પોરેટર નેહલનો અંગત મદદનીશ પણ છે. જોકે નેહલ શુક્લ પોતાની કૉલેજમાંથી પેપર ન ફૂટ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય કિન્નાખોરી રાખીને આ આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati