Rajkot: સતત બીજા દિવસે પણ મેઘ મહેર, વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં હરખની હેલી

|

Jul 12, 2021 | 10:09 PM

ધોરાજી,ઉપલેટા,વિરપુર,જેતપૂર ખાતે પણ જોરદાર વરસાદ પડ્યો હતો.સૌથી વધારે ધોરાજીમાં વરસાદ પડ્યો હતો

Rajkot: સતત બીજા દિવસે પણ મેઘ મહેર, વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં હરખની હેલી
રેસકોર્ષ,યાગ્નિક રોડ,કાલાવડ રોડ,150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અડધો કલાકમાં એડધો ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો

Follow us on

Rajkot: અષાઢી બીજે અમીછાંટણાનું મુર્હત રાજકોટ (Rajkot)માં પણ સચવાયું હતું. રાજકોટ શહેરમાં સમી સાંજે જોરદાર વરસાદ (Rain) વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના રેસકોર્ષ,યાગ્નિક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અડધો કલાકમાં અડધો ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો. આ તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

 

પાણી ભરાય જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો
શહેરમાં સાંજના સમયે પડેલા ધમાકેદાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.પાણી ભરાય જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.ઓફિસો છુટવાના સમયે પડેલા વરસાદથી લોકોને છત્રી અને રેઈનકોટના સહારે ઘર સુધી પહોંચવું પડ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓફિસો છુટવાના સમયે પડેલા વરસાદથી લોકોને છત્રી અને રેઇનકોટના સહારે ઘર સુધી પહોંચવું પડ્યું

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો રાજી
રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ધોરાજી, ઉપલેટા, વિરપુર, જેતપૂર ખાતે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. સૌથી વધારે ધોરાજીમાં વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

 

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્રમાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો, લગ્નની લાલચ આપી મહિલાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

 

આ પણ વાંચો: Navsari : ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

 

Published On - 9:50 pm, Mon, 12 July 21

Next Article