Rajkot: હાડ થીજવતી ઠંડીમાં જેતપુરમાં ભિક્ષુકોને રેન બસેરામાં મોકલાયા
જેતપુર નગર પાલિકા દ્વારા ચીફ ઓફિસરની સૂચના અને માર્ગદર્શન દ્વારા ગાડીઓમાં ફરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વાહન બસ સ્ટેન્ડ, ફૂલવાડી, નવાગઢ રેલવે સ્ટેશન, તત્કાલ ચોકડી સહિત વિસ્તારમાં ફરીને રોડ ઉપર સૂતેલા ભિક્ષુકોને શેલ્ટર હોમમાં મોકલી આપે છે.
હાલમાં ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે ખાસ તો સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર ફૂંકાતી હોય તેવી પરિસ્થિતિ છે અને રાત્રિના તાપમાનનો પારો ગગડીને 8થી 9 ડિગ્રીએ પહોંચી જાય છે આવી પરિસ્થિતિમાં રસ્તા પર રહેતા ગરીબ ભિક્ષુક અને શ્રમિકો ઠંડીનો ભોગ ન બને તે માટે જેતપુરમાં તેમને રેન બસેરામાં મોકલવામાં આવી રહ્યા છે.
નગર પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ચેકિંગ
જેતપુર નગર પાલિકા દ્વારા ચીફ ઓફિસરની સૂચના અને માર્ગદર્શન દ્વારા નગર પાલિકાની ગાડીઓમાં ફરીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વાહન બસ સ્ટેન્ડ, ફૂલવાડી, નવાગઢ રેલવે સ્ટેશન, તત્કાલ ચોકડી સહિત વિસ્તારમાં ફરીને રોડ ઉપર સૂતેલા ભિક્ષુકોને શેલ્ટર હોમમાં મોકલી આપે છે.
જામનગરમાં ખોલવામાં આવ્યું સેલ્ટર હોમ
જામનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલા શેલ્ટર હોમ હાલમાં આકરી ઠંડીમાં લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. બેડેશ્વરમાં 1 કરોડ 61 લાખના ખર્ચે તૈયાર થયેલા હાઈટેક રેન બસેરામાં મહિલા અને પુરૂષના અલગ ટોઈલેટ, બાથરૂમ છે તો નહાવા માટે ગરમ પાણી, સીસીટીવી કેમેરા અને 24 કલાક સુરક્ષાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રેનબસેરામાં જલારામ મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે ભોજન પણ પુરૂ પાડવામાં આવે છે.
જામનગરના વહીવટી તંત્રએ શરૂ કરેલા રેન બસેરામાં 40 લોકો હાલમાં વસવાટ કરી રહ્યા છે. અહીં વધુ જગ્યા ઉપલબ્ધ છે. જેથી તંત્રએ આકરી ઠંડીમાં ખુલ્લામાં રહેતા લોકોને રેન બસેરામાં રહેવા આવવા અપીલ કરી. ફૂટપાથ પર રહેતા લોકો વધુ સંખ્યામાં રેન બસેરામાં આવે તે માટે સ્વયંસેવી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.