Rajkot : 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ, આવતીકાલે ટ્રાવેલ્સ એસોસિયેશનએ બોલાવી બેઠક, જુઓ Video

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા 150 રીંગરોડ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ જાહેરનામા મુજબ 150 ફૂટ રિંગરોડ પર માધાપર ચોકડીથી પુનિત નગરના ટાંકા સુધી હવે ખાનગી લક્ઝરી બસો સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ નહિ કરી શકે.

Rajkot : 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ, આવતીકાલે ટ્રાવેલ્સ એસોસિયેશનએ બોલાવી બેઠક, જુઓ Video
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 16, 2023 | 4:46 PM

Rajkot: 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસોને પ્રવેશ પર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂક્યો જેને લઈ ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ એસોસિયેશન વિરોધમાં ઉતર્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.આવતીકાલે ટ્રાવેલ્સ એસોસિયેશને બેઠક પણ બોલાવી છે અને એસોસિયેશન ગૃહમંત્રીને પણ રજૂઆત કરવાનું છે.

વધતા જતા ટ્રાફિકને લઈને લેવાયો નિર્ણય

શહેરમાં અન્ય વિસ્તારોમાં ખાનગી લકઝરી બસોને સવારે 8 થી રાત્રિના 9 સુધી પ્રવેશવા પર પહેલાથી જ પ્રતિબંધ છે ત્યારે 150 રીંગરોડ પર આખો દિવસ લક્ઝરી બસોને પ્રવેશ માટે છૂટ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીકમાં સતત વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેરનામામાં જણાવાયુ છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ,માધાપર ચોકડી આ વિસ્તાર પહેલા શહેરની બહાર મનાતો હતો પરંતુ શહેરના વિસ્તૃતીકરણ થવાથી હવે 150 ફૂટ રિંગરોડ શહેરનો જ એક ભાગ બની ગયો છે અને પહેલા કરતા ટ્રાફિક પણ ખુબ જ વધી ગયો છે.જેને લઇને લક્ઝરી બસોના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થતો હોવાનું જણાતા પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

દરરોજની 200 જેટલી લક્ઝરી બસોની 150 ફૂટ રોડ પર આવક જાવક

150 ફૂટ રિંગરોડ પરથી જામનગર, દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, અમદાવાદ તરફ જવા માટે લક્ઝરી બસો મળે છે અને તમામ લક્ઝરી બસોની ઓફિસ પણ 150 ફૂટ રિંગરોડ પર જ આવેલી છે. દરરોજની કુલ 200થી વધુ લક્ઝરી બસોનું આવન જાવન 150 ફૂટ રોડ પરથી થાય છે. જે હવે પ્રતિબંધ જાહેર થતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌથી વધુ તો એસટી બસો અહીંયાથી પસાર થાય છે. શુ એસટી બસોના કારણે ટ્રાફિક નથી થતો? તો એસટી બસો પર પણ પ્રતિબંધ જાહેર કરવાની માગ તેમણે કરી હતી.

આવતીકાલે ટ્રાવેલ્સ એસોસિયેશને બોલાવી બેઠક

આ નિર્ણયના વિરોધમાં આવતીકાલે ટ્રાવેલ્સ એસોસિયેશનએ બેઠક બોલાવી છે અને આગામી રજૂઆતોને લઈને રણનીતિ આવતીકાલની બેઠકમાં નક્કી કરાશે. આ ઉપરાંત ટ્રાવેલ્સ એસોસિયેશન આવનારા દિવસોમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. આ નિર્ણયને લઈને ટ્રાવેલ્સ સંચાલકોને ધંધામાં મોટો ફટકો પડે તેવી પણ શક્યતા તેમને વ્યક્ત કરી હતી અને પોલીસ કમિશનરને પોતાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવા પણ ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે વિનંતી કરી છે.

લોકોએ હવે માધાપર ચોકડી અથવા પુનિત નગર જવું પડશે

ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે 150 ફૂટ રિંગરોડ પર લક્ઝરી બસોને છૂટ હોવાથી તમામ લક્ઝરી ટ્રાવેલ્સ ધારકોએ 150 રીંગરોડ પર ઓફિસો લીધેલી છે. આ ઉપરાંત મુસાફરોને પણ તકલીફ લડશે.દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે લોકોને પહેલા 150 ફૂટ રિંગરોડ પર કોઈપણ પોઇન્ટ પરથી બસ પિક કરી શકતી હતી. જે હવેથી લોકોએ માધાપર ચોકડી, પુનિત નગર અથવા ગોંડલ ચોકડી સુધી જવું પડશે. જેને લઈને લોકોએ મસમોટા રીક્ષા ભાડા પણ ચૂકવવા પડશે.

આ પણ વાંચો : પશુપાલકો બાદ હવે ખેડૂતોના મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદાર લડી લેવાના મૂડમાં, નર્મદાનું પાણી ન મળતા આંદોલન છેડવા ચીમકી

નવા 150 ફૂટ રીંગરોડનો ઉપયોગ કરી જામનગર તરફ જઈ શકાશે

ગોંડલ ચોકડીથી જામનગર જવા માગતી બસો પુનિત નગરના ટાંકાથી વાવડી રોડથી નવા 150 ફૂટ રિંગરોડનો ઉપયોગ કરીને ઘંટેશ્વર થઈને જામનગર તરફ જઈ શકશે.આ ઉપરાંત માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માગતી બસો ઘંટેશ્વર થઈને નવા 150 ફૂટ રિંગરોડથી વાવડી તરફના રોડ પરથી પુનિત નગરના ટાંકા પાસેથી ગોંડલ ચોકડી જઈ શકાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">