Rajkot: પેટ્રોલ-ડીઝલમાં થતા ભાવ વધારાથી કંટાળી લોકો CNG તરફ વળ્યાં, મોંઘીદાટ કારમાં પણ હવે CNG કીટ

પેટ્રોલ -ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે કંટાળીને લોકો હવે પોતાની કારમાં CNG કીટ ફિટ કરાવવા લાગ્યા છે. રાજકોટમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કાર અને અન્ય વાહનધારકો પણ પોતાના વાહનમાં CNG ફીટ કરાવી રહ્યા છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 19, 2021 | 4:28 PM

Rajkot: દેશમાં કોરોના મહામારી બાદ ધંધા-રોજગાર પર મંદ પડ્યા છે અને સાથે જ Petrol-Diesel ના ભાવમાં થઇ રહેલા સતત  વધારા (Fuel price hike) ને કારણે લોકોની મુશ્કલીઓ વધી રહી છે. આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 ટકા જેટલો વધારો થઇ ગયો છે. દેશના અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર થઇ ગયો છે, તો ગુજરાતમાં પણ ભાવનગર (Bhavnagar) અને ગીરસોમનાથ (Gir Somnath) માં પેટ્રોલે સદી વટાવી છે.

પેટ્રોલ -ડીઝલમાં થતા ભાવ વધારાને કારણે કંટાળીને લોકો હવે પોતાની કારમાં CNG કીટ ફિટ કરાવવા લાગ્યા છે. રાજકોટમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કાર અને અન્ય વાહનધારકો પણ પોતાના વાહનમાં CNG ફીટ કરાવી રહ્યા છે.પેટ્રોલની કિંમતો હાલમાં 100 રૂપિયાને પાર પહોંચી રહી છે ત્યારે CNGની કિંમતમાં વાહનચાલકોને રાહત મળે તેવી આશા છે.

પેટ્રોલ ડિઝલના ભાવ વધતા કારચાલકો વળ્યા CNG તરફ,15 દિવસનું વેઇટીંગ

પેટ્રોલ ડિઝલના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે ત્યારે વાહનચાલકો હવે પોતાની કારમાં સીએનજી કીટ ફીટ કરાવવા તરફ વળ્યા છે.રાજકોટના સીએનજી કીટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ફલકભાઇના કહેવા પ્રમાણે જયારથી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે ત્યારથી સીએનજી કીટન માંગમાં વધારો થયો છે.જેના કારણે એક દિવસમાં 2 થી 5 કીટવહેંચાતી હતી તેની જગ્યાએ આજે દરરોજ 12 જેટલી સીએનજી કીટનું વેચાણ થાય છે અને 15 દિવસનું લાંબુ વેઇટીંગ જોવા મળી રહ્યું છે. આ તરફ લોકોનું પણ માનવું છે કે પેટ્રોલ ડિઝલના ભાવમાં જે વધારો થયો છે તેની સામે સીએનજી 50 ટકા ભાવમાં પડે છે ત્યારે સીએનજી ફીટ કરાવવું પરવડે તેમ છે.

સીએનજી કીટની અછત, ભાવમાં વધારો-વેપારી

વેપારીના કહેવા પ્રમાણે સીએનજી કીટની ડિમાન્ડ વધવાને કારણે સીએનજી ટેન્કની અછત ઉભી થઇ છે.ગાંધીધામથી અમદાવાદ થઇને આ કીટ રાજકોટમાં પહોંચે છે અને ટેન્કનો ભાવ 10 હજાર રૂપિયાથી વધીને 22 હજાર રૂપિયા થઇ ગયા છે.કીટનો ભાવ 35 થી 40 હજાર વધીને 45 હજાર થઇ ગયો છે.જો આ પ્રકારની ડિમાન્ડ રહે તો હજુ પણ આ ભાવ વધી શકે છે..

પેટ્રોલ-ડીઝલમાં 6 મહિનામાં 20થી વધુનો ભાવવધારો

પેટ્રોલ ડિઝલના ભાવમાં છેલ્લા 6 મહિનામાં 20 રૂપિયાનો વધારો થયો છે.હાલમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પહોંચી રહ્યો છે અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે.જેનાથી સામાન્ય માણસને અસર પડી રહી છે.

Follow Us:
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">