RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના સેમ્પલ લેવાશે

|

Aug 10, 2021 | 5:16 PM

RAJKOT SERO SURVEY : આરોગ્ય વિભાગની 26 ટીમ પાંચ દિવસ જુદા-જુદા 50 કલ્સ્ટરમાં જશે અને સેમ્પલ એકત્રિત કરશે.શહેરનના દરેક ક્લસ્ટર દીઠ 36 લોકોના એક કુલ આશરે 1800 લોકોના બ્લડ સેમ્પલ એકઠા કરવામાં આવશે.

RAJKOT : RMC દ્વારા SERO SURVEYનો પ્રારંભ , 50 ક્લસ્ટરમાં 1800 લોકોના  સેમ્પલ લેવાશે
Rajkot Municipal Corporation to conduct sero survey from today

Follow us on

RAJKOT :  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સંભવત: ત્રીજી લહેરની આશંકાને પગલે સિરો સર્વેની શરૂઆત કરવામાં આવી છે.આજથી પાંચ દિવસ સુધી શહેરના વિવિધ સેન્ટરોમાં અલગ અલગ ઉંમરના 1800થી વધારે લોકોના બ્લડ સેમ્પલ લઇને આ સર્વે હાથ ધરાશે જેના આધારે રાજકોટમાં કેટલી એન્ટિબેડી ડેવલોપ થયું છે તેની માહિતી હાથ ધરાશે..

આ અંગે આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે કહ્યું હતુ કે શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વેક્સિનેશનની ડ્રાઇવ ચાલે છે સાથે સાથે બીજી લહેર પણ પસાર થઇ છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે શહેરમાં કેટલુ એન્ટિબોડી ડેવલોપ થયું છે તેની ચકાસણી માટે સિરો સર્વે હાથ ધરાય છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અલગ અલગ 50 જેટલા કલસ્ટરમાંથી જુદી જુદી 26 જેટલી ટીમો દ્રારા 1800થી વધારે લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે.આ સેમ્પલમાંથી સિરમ બનાવીને મેડિકલ કોલેજ ખાતે ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કેટલા ટકા એન્ટિબોડી થયું છે તેની સમિક્ષા કરવામાં આવશે.

સિરો સર્વે માટે ખાસ ટીમ
શહેરમાં શરૂ થયેલો સિરો સર્વે પાંચ દિવસ સુધી ચાલશે જેમાં દરેક ટીમમાં એક લેબોલેટરી ટેક્નિશિયન,હેલ્થ ઓફિસર મળીને કુલ ચાર જેટલા આરોગ્યકર્મીઓ રહેશે.દરેક ટીમ પોતાના સેન્ટર પર 36 જેટલા સેમ્પલ લેશે જે બાદ તેને લેબોલેટરીમાં મોકલીને ત્રીજી લહેર પહેલાની સમિક્ષા કરવામાં આવશે.મહત્વનું છે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સિરો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો, જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કોલેરાના 59 કેસ નોંધાયા

આ પણ વાંચો : PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

Published On - 11:16 am, Tue, 10 August 21

Next Article