ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના
રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે માનવ વધનો ગુનો નોંધ્યો છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ થતા મહાનગરપાલિકા પાસે જવાબ માગ્યો હતો, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. પોલીસે મનપા પાસે જવાબ માગતા મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી છે. જે સમગ્ર કેસમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરશે.
રાજકોટ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. જે પછી પોલીસે આ કેસમાં મહાનગરપાલિકાની કામગીરીને મામલે જવાબ માગ્યો હતો.
ત્યારે રાજકોટ મ્યુનિસીપલ કમિશનરે આખરે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ પાસે કોણે અને કોની મંજૂરીથી ખાડો ખોધ્યો હતો તે અંગે તપાસ કરશે, સાથે જ ખાડા ખોધ્યા બાદ બેરિકેટિંગની વ્યવસ્થા કોની જવાબદારી છે તે અંગે પણ તપાસ કરાશે.
#Rajkot youth died after falling into pothole: RMC to form a committee for further investigation #Gujarat #TV9News pic.twitter.com/LWyJ1FWogr
— Tv9 Gujarati (@tv9gujarati) January 30, 2023
ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
સમગ્ર ઘટના જોઇએ તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ગટરની કામગીરી ચાલી રહી હતી. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડા પાસે કોઇ બેરિકેટ મુકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. શુક્રવારે સવારે હર્ષ બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો, તે સમયે ખાડામાં પટકાયો હતો.
ખાડામાં રહેલા સળિયા માથામાં વાગતાં હર્ષનું મોત થયું. જે બાદ હર્ષના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ મનપા દ્વારા ખાડો ખોદવાની કામગીરી દરમ્યાન બેજવાબદારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે શહેરમાં આડેધડ ખોદવામાં આવતા ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.