મુસીબતનું માવઠુ ! રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના વાદળો બંધાતા ખેડૂતોના પાક પર સંકટ

TV9 GUJARATI

|

Updated on: Jan 30, 2023 | 10:01 AM

કયારેક ભારે પવન તો ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ ખેડૂતોનું દુશ્મન બન્યુ છે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ફાલ બેસતો નથી. ઘઉંના દાણા બંધાતા નથી અને ભારે પવનથી ફૂલ ખરી પડવાની સમસ્યા છે.

મુસીબતનું માવઠુ !  રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના વાદળો બંધાતા ખેડૂતોના પાક પર સંકટ
Unseasonal Rain rajkot

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદના વાદળો બંધાતા ખેડૂતોના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આાગાહી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. કયારેક ભારે પવન તો ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ ખેડૂતોનું દુશ્મન બન્યુ છે. વાદળછાયા વાતાવરણને કારણે પાકમાં ફાલ બેસતો નથી. ઘઉંના દાણા બંધાતા નથી અને ભારે પવનથી ફૂલ ખરી પડવાની સમસ્યા છે.વાતાવરણની અસરથી ઘઉં, જીરૂ, ઘાણા સહિતનો પાક 50 ટકા જેટલો ઘટી જવાની ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

ખર્ચ માથે પડે તેવી ખેડૂતોની સ્થિતિ

એક તરફ કુદરતી સમસ્યા તો બીજી તરફ માનવસર્જિત સમસ્યા ખેડૂતો માટે આફત લઇને આવી છે. વીજ સમસ્યાને લઇને સમયસર પાકને પિયત ન આપી શકાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો વાતાવરણમાં પલટાથી એક વીઘા દીઠ ખેડૂતોએ કરેલો 10થી 12 હજારનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

હાઈવે પર ગાઢ ઘુમ્મસની ચાદર છવાઈ

રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ  હાઈવે પર ગાઢ ઘુમ્મસની ચાદર છવાઈ છે. જેને પગલે વાહનચાલકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો આ તરફ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પણ ભારે ઘુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ભારે ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ છે. જેના લીધે વાહનચાલકોને વાહનની લાઈટ ચાલુ રાખી સાવધાની પૂર્વક ડ્રાઈવિંગ કરવા સૂચના અપાઈ રહી છે. તો બીજી તરફ વિઝિબિલિટી ઝીરો થતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને સમસયર ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati