રાજકોટ : માઉન્ટેડ પોલીસમાં બે દાયકાથી સાથે ફરજ બજાવતી અશ્વ જોડી લત્તા-માધવની પાંચ દિવસના અંતરમાં વિદાય
રાજકોટ શહેર અશ્વ દળમાં સેવા આપતા માધવનો જન્મ 27 વર્ષ પૂર્વે થયો હતો. કાઠિયાવાડી મિક્ષ બ્રીડના આ અશ્વની પાલનપુર ખાતેથી 2001માં ખરીદી કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસમાં 21 વર્ષ સુધી રહ્યો હતો.
Rajkot ના માઉન્ટેડ પોલીસમાં (Police) સતત બે દાયકાથી સાથે ફરજ બજાવતી અશ્વની (Horse)જોડી માધવ અને લતાએ (Madhav and Lata)પાંચ દિવસના અંતરાલમાં અંતિમ શ્વાસ લીધા હતા.પાંચ દિવસના અંતરમાં બંન્નેના મૃત્યુ નીપજતા પોલીસ બેડામાં દુ:ખની લાગણી જોવા મળી છે.બંન્ને અશ્વને પોલીસ પરિવાર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી વિદાય આપવામાં આવી હતી.
માધવનો જન્મ 27 વર્ષ પહેલા થયો, 2001માં પોલીસે ખરીદી કરી
રાજકોટ શહેર અશ્વ દળમાં સેવા આપતા માધવનો જન્મ 27 વર્ષ પૂર્વે થયો હતો. કાઠિયાવાડી મિક્ષ બ્રીડના આ અશ્વની પાલનપુર ખાતેથી 2001માં ખરીદી કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસમાં 21 વર્ષ સુધી રહ્યો હતો. નાઈટ પેટ્રોલિંગ રાજકોટમાં યોજાતા કોઈ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા સંબંધી કે કોઈ અન્ય પ્રોગ્રામોમાં માધવની સેવા લેવાતી હતી. 27 વર્ષની વયે ગઈકાલે અંતિમ શ્વાસ લેનાર અશ્વ માધવ તેની યુવા વયે લાંબી રેસનો અશ્વ હતો. ટેન્ડ પેકિંગ ગેમનો માસ્ટર હોર્સ ગણાતો હતો. અલગ અલગ સ્થળે રેસ કે આવી કોમ્પિટિશનમાં રાજકોટ શહેર પોલીસ વતી ભાગ લેતો હતો.વયમર્યાદા અને અશકત બનવાથી માધવને વય મર્યાદાને કારણે તે નિવૃત થયા હતા. અને તેનું નિધન થવાથી ગાર્ડ ઓફ ઓનર આપીને માઉન્ટેડમાં દફનવિધી કરવામાં આવી હતી.
લતાની 23 વર્ષની વય, 22 વર્ષ સુધી પોલીસમાં ફરજ બજાવી
જયારે રાજકોટ રૂરલ પોલીસના અશ્વદળમાં રહેલી ઘોડી લત્તા 23 વર્ષની હતી તેનો જન્મ તા. 16–2–1999ના રોજ થયો હતો. 22 વર્ષથી વધુ સમય સુધી લતાએ માઉન્ટેડ વિભાગમાં ફરજ બજાવી હતી. પોલીસ ફરજ ઉપરાંત લતા પણ ટેન્ટ પેગીંગ રમતમાં પારંગત અને પોલીસ અશ્વદળની માનીતી ઘોડી હતી. લતાએ તેના યુવાકાળ સમય દરમિયાન બે (બચ્ચા) આપ્યા હતા. બન્ને વછેરા પણ હાલ યુવાવય સાથે રાજકોટ રૂરલ પોલીસ માઉન્ટેડ વિભાગમાં જ ફરજ (સેવા) પર છે. લતાને વયમર્યાદા અને અશકત બનતા ગત માસાંતે તા.29ના રોજ નિવૃત (કંડમ) જાહેર કરાઈ હતી અને તા.12ના રોજ દેહ છોડયો હતો.
માઉન્ટેડ પોલીસમાં શોકનું મોજુ
માત્ર પાંચ દિવસના જ ગાળામાં અશ્વ લતા અને માધવે દમ તોડતા સિટી અને રૂરલ માઉન્ટેડ પોલીસમાં ભારે શોક છવાયો છે. બન્ને અશ્વને પીઆઈ વાય.બી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઈન્ચાર્જ પીએસઆઈ, એસ.બી.ગોંડલિયા, કુલદિપસિંહ જાડેજા અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડ સાથે રાખી શોક સલામી, ગાર્ડ ઓફ ઓર્નર આપી ધાર્મિકવિધિ સાથે માઉન્ટેડના પ્રાગણમાં જ અંતિમવિધિ કરાઈ હતી. શહેર હેડ કવાર્ટરના પીઆઈ એમ.એન.કોટડિયા સહિતના પણ નિયમ મુજબ હાજર રહ્યા હતા અને અંતિમ વિદાય આપી હતી. આ વેળાએ હાજર સૌ કોઈ પોલીસ કર્મીઓની આંખોમાંથી અશ્રુ અટકી શકયા ન હતા. શોકમય વાતાવરણ બન્યું હતું.
અશ્વ વફાદારીનું પ્રતીક, આજે પણ સુરક્ષા દળોમાં લેવાય છે સેવા
લત્તાનું નિવૃતિના 14 દિવસે નિધન, લતાના વંશજો પોલીસમાં ફરજ બજાવે છે
રાજકોટ રૂરલ પોલીસની ઘોડી લતા ગત મહિને તા.29 ના રોજ નિવૃત થઈ હતી. અશકત અને વયમર્યાદાને લઈને તેની સેવા લેવાનું બધં કરાયું હતું. કંડમ જાહેર કરાયાના 14માં દિવસે દમ તોડયો હતો. લતાએ તેના કાર્યકાળ દરમિયાન ફેલોન અને રોમી નામના બે બચ્ચા આપ્યા હતા. લતાનો વંશવેલો (બન્ને બચ્ચા) હાલમાં રૂરલ પોલીસ માઉન્ટેડ પોલીસમાં ફરજ પર છે.