Rajkot: બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારીબાપુએ કહી આ વાત, જુઓ Video
Rajkot: હાલમાં બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રી ઘણા ચર્ચામાં છે. તેમના દરબારમાં ચમત્કારોના કારણે તેઓ થોડા વિવાદમાં પણ આવ્યા હતા. આ ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા રામકથાકાર મોરારાબાપુએ શું કહ્યુ એ વાંચો અહીં.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દેશમાં અનેક દરબાર થઇ રહ્યાં છે. તેમની લોકચાહના વધી રહી છે જેને લઇને કથાકાર મોરારી બાપુને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય નથી. સાંભળીએ મોરારી બાપુએ તેમના વિશે શું કહ્યું.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે બાપુને સવાલ; મોરારી બાપુએ કહ્યું, મને બહુ પરિચય નથી#TV9News pic.twitter.com/ad0vnOs1ii
— Tv9 Gujarati (@tv9gujarati) February 26, 2023
જો કે આપને કહી દઇએ કે 9 માસ પૂર્વે યોજાયેલ મોરારી બાપુની રામ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યું હતું તેનો એક વીડિયો સામે આવ્યો છે. કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી, પ્રવર્તમાન તુલસી કહી સંબોધિત કર્યા હતા. વ્યાસ પીઠ નજીક ઉભા રહીને કથામાં પોતાનું પ્રવચન પણ આપ્યું હતું. બુંદેલખંડ ખાતે ચાલી રહેલી કથામાં મોરારી બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ આપ્યું હતું . પરંતુ મોરારીબાપુને ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે સવાલ કરતા મોરારીબાપુ એ કહ્યું કે, મને બહુ પરિચય નથી.
રાજકોટમાં પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેમણે આ પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે આ નિવેદન આપ્યુ હતુ. ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા તેમણે કહ્યુ મને બહુ પરિચય નથી. જોકે બાપુની જ રામ કથામાં 9 મહિના પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યુ હતુ. અને તેનો પણ એક વીડિયો સામે આવ્યો છે.
મોરારી બાપુના હસ્તે તપોવન આશ્રમની શીલા પૂજન વિધી કરવામાં આવી હતી
આ પૂર્વે જાન્યુઆરી માસમાં અમરેલીના ધારી રોડ ગાવડકા ચોકડી પાસે મોરારી બાપુના હસ્તે તપોવન આશ્રમની શીલા પૂજન વિધી કરવામાં આવી હતી. શિલાન્યાસ વિધી રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાથી માંડીને દિલીપ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તપોવન આશ્રમના નિર્માણ બાદ તેમાં 500 જેટલા વૃદ્ધો અને જરૂરિયાતમંદોને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે, શીલા પૂજન બાદ 251 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.