Rajkot : રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા બાળકોને રીયલ કિડનીનું લાઈવ ડાઈસેક્શન બતાવ્યુ, વિદ્યાર્થીઓએ કિડની હાથમાં લઈ જાણ્યા રોચક તથ્યો
રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર દ્વારા રાજકોટ દ્વારા “લોકો માટે, લોકો દ્વારા” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ( Regional Science Centre Bhavnagar ) – રાજકોટને ( Rajkot ) ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા રાજકોટની સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો માટે, લોકો દ્વારા” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Rajkot : ધોરાજીમાં પાણી છોડતાં પહેલાં કેનાલની તાત્કાલીક સફાઈ માટે ખેડૂતોની રજૂઆત, જુઓ Video
કિડની કેવી રીતે કચરો ફિલ્ટર કરે છે તેનો મુલાકાતીઓને લાઈવ ડેમો અપાયો
રવિવાર એટલે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટનો સુપર સન્ડે સ્પેશિયલ એક્ટિવિટીઝનો દિવસ, જેમાં, ‘ડાઈસેક્શન ઓફ રિયલ ઓર્ગન’, એક્ટિવીટી અંતર્ગત આશરે 40 કરોડ વર્ષની સફર ખેડી વિકસિત થયેલા મનુષ્ય અને પ્રાણીઓ શરીરનાં અંગોનો રસપ્રદ ઈતિહાસ અને લાઈવ ડેમોન્શ્ટ્રેસન સાથેનું ડાઈશેકસન બતાવવામાં આવે છે. કિડની એટલે આપણા શરીરની ફિલ્ટર સિસ્ટમ અને કુદરતની બેનમૂન રચના છે.
કિડની આપણા શરીરમાં કોષોમાંથી પેદા થતી કચરા રૂપી પેદાશો જેવી કે યુરિયાને ફિલ્ટર કરી અને શરીરની બહાર યુરિન રૂપે કાઢી નાખે છે. કિડનીની આંતરિક રચના ખૂબ જ જટિલ હોય છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની ‘Summer@RSC’ હેઠળ સુપર સન્ડે સ્પેશિયલ એક્ટિવિટી, જેમાં ‘ડાઈસેક્શન ઓફ રિયલ ઓર્ગન – કિડની’ ને આખી ડાઈસેક્ટ કરી અને તેની અંદરની રચના સમજાવવામાં આવી.
મુલાકાતી બાળકો અને મોટેરાઓએ કિડની હાથમાં લઈને ડેમો સમજ્યો
આ કાર્યક્રમમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટના પ્રોજેકટ ડાયરેક્ટર, ડો. સુમિત વ્યાસ દ્વારા કિડનીની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ? પ્રાથમિક પ્રકારના એકકોષી જીવો ઉત્સર્જન કેવી રીતે કરે છે ત્યાંથી લઈને અપૃષ્થવંશી પ્રાણીઓ જેવા કે અળસિયા, પ્લેનેરિયા; કિટકો જેવા કે વાંદો અને ત્યાથી લઈને માનવ કિડનીના વિકાસ અને કાર્યપ્રણાલી પર રોચક ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ કિડનીની રચના અને કાર્ય, યુરિન કેવી રીતે બને છે, તેમાં ક્યાં-ક્યાં તત્વો હોય છે, લોહીનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે, કિડનીમાં પથરીઓ કેવી રીતે બને છે, પથરીના પ્રકારો, યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેકશન અને કિડની ફેઇલ્યર અને ડાયાલીસીસ પર ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ કિડનીનું લાઈવ ડાઈશેકસન બતાવવામાં આવ્યું અને બાળકો અને મોટેરાઓએ કિડનીને પોતાનાં હાથમાં લઈ સમજી અને માણી. લાઈવ ડેમોન્સ્ટ્રેશનનાં અંતે મુલાકાતીઓનાં કિડની અંગેના વિવિધ પ્રશ્નોની વૈજ્ઞાનિક ચર્ચા પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં આશરે 200 થી પણ વધુ રીજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુલાકાતીઓએ લાભ લીધો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…