Rajkot : બેડી માર્કેટમાં જીરું અને વરિયાળીના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા, 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ, જુઓ Watch Video
રાજકોટના બેડી માર્કેટમાં જીરું અને વરિયાળીના રેકોર્ડ ભાવ બોલાયા છે. જીરુનો એક મણનો ભાવ 9 હજાર 100 રુપિયા છે. જ્યારે વરિયાળીનો એક મણનો ભાવ 3 હજાર 830 રુપિયા બોલાયો છે. ગઈ કાલે રાજકોટ માર્કેડ યાર્ડમાં 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ હતી.
રાજકોટના ( Rajkot ) બેડી માર્કેટમાં જીરું અને વરિયાળીના રેકોર્ડ ભાવ બોલાયા છે. જીરુનો એક મણનો ભાવ 9 હજાર 100 રુપિયા છે. જ્યારે વરિયાળીનો એક મણનો ભાવ 3 હજાર 830 રુપિયા બોલાયો છે. ગઈ કાલે રાજકોટ માર્કેડ યાર્ડમાં 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ હતી. થોડા સમય પહેલા જ રાજકોટમાં જીરુંના બ્રોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સેબીને શંકા હતી કે જીરુના સતત ઉચાં જતા ભાવ પાછળ કેટલાક બ્રોકર જવાબદાર હતા અને લોકો જીરુંનો સંગ્રહ કરતા હોવાને કારણે જીરુંના ભાવ ઉંચા જઈ રહ્યા હતા.
આ પણ વાંચો : Rajkot : લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, તલ અને મગને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી, જુઓ Video
જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરુના 1 મણના ભાવ 9 હજાર રૂપિયા બોલાયા હતા
આ અગાઉ રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરુના 1 મણના ભાવ 9 હજાર રૂપિયા બોલાયા હતા. 20 કિલો જીરૂનો ભાવ 9 હજાર રૂપિયા બોલાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ વર્ષે સતત જીરુંના ભાવ ઉંચા બોલાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…