Rajkot : ત્રીજી લહેર પહેલા તંત્ર એક્શનમાં, સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ સ્થિતિની સમિક્ષા કરી

Rajkot : કોરોના (corona)ની ત્રીજી લહેરની આશંકાને પગલે જિલ્લા કલેક્ટરે (District Collector) આજે સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વ્યવસ્થાને લઇને સમિક્ષા બેઠક કરી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું હતુ કે, ત્રીજી લહેરને લઇને તમામ તૈયારીઓ થઇ ચૂકી છે.

Rajkot : ત્રીજી લહેર પહેલા તંત્ર એક્શનમાં, સિવિલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ સ્થિતિની સમિક્ષા કરી
Rajkot: Review before the third wave, District Collector of Civil Hospital visited
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 06, 2021 | 4:02 PM

Rajkot : કોરોના (corona)ની ત્રીજી લહેરની આશંકાને પગલે જિલ્લા કલેક્ટરે (District Collector) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વ્યવસ્થાને લઇને સમિક્ષા બેઠક કરી હતી.આ ઉપરાંત જિલ્લાના ડોક્ટરો (Doctor) સાથે પણ સુવિધાઓને લઇને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

દેશભરમાં કોરોના (Corona)ની બીજી લહેરે તબાહી મચાવી હતી. કોરોનાની ત્રીજી લહેર (third wave)ઓગસ્ટથી નવેમ્બર મહિનાની વચ્ચે આવી શકે છે.જિલ્લા કલેક્ટર (District Collector) અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના વિવિધ વિભાગના વડાઓ અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત હોસ્પિટલમાં ઓક્સિજન, દવાનો જથ્થો બેડની વ્યવસ્થા અંગે જરૂરી માહિતી લઇને જરૂરી સૂચનો આપ્યા હતા.  જિલ્લા કલેક્ટરે કહ્યું હતુ કે, ત્રીજી લહેરને લઇને તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. સેકન્ડ વેવની બેડ અને ઓક્સિજન ન ખૂટે અને વાહનોની લાંબી લાઇનો ન લાગે તે અંગે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

બાળકો માટે 100 બેડની અલગ વ્યવસ્થા

ત્રીજી લહેર (third wave)માં બાળકો સંક્રમિત થાય તેવી નિષ્ણાંતો દ્રારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં કોવિડ માટે 100 બેડની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે,  જેમાં નિષ્ણાંત પીડયાટ્રિકને ફરજ સોંપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના ડોક્ટરો સાથે પણ સુવિધાઓને લઇને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

શહેર જિલ્લામાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (Corona)નું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ કોરોનાનો કેસ આવ્યો નથી. જ્યારે શહેરમાં પણ સિંગલ ડીજીટમાં કોરોનાના કેસ આવી રહ્યા છે.જેના કારણે આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાના પોઝિટીવ (Corona positive) કેસોમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રસીકરણ અભિયાન તરફ ઘ્યાન કેન્દ્રીત કર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">