રાજકોટમાં દિવાળીના તહેવારોમાં આરોગ્યકર્મીઓએ કરી બે દિવસ રજાની માંગ

TV9 GUJARATI

|

Updated on: Nov 01, 2021 | 5:13 PM

રાજકોટના આરોગ્યકર્મીઓનું માનવું છે કે આખુ વર્ષ તેઓ સતત ડ્યુટી નિભાવતા હોય છે.ત્યારે માનવતાના ધોરણે તેઓને બે દિવસ રજા મળવી જોઇએ

સમગ્ર દેશમાં પ્રકાશના પર્વ દિવાળીના(Diwali) તહેવારોની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. જેમાં લોકો સ્વજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.જોકે દિવાળીના તહેવારમાં રજા ન મળતા રાજકોટના(Rajkot)  આરોગ્યકર્મી ઓમાં( Health Worker)રોષ ફેલાયો છે. આ આરોગ્યકર્મીઓએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી છે. તેમજ બે દિવસ રજાની(Leave)  માગ કરી છે.

તેમજ સાથે જ નાઇટ ડ્યુટીનો વિરોધ કર્યો અને પોલીસ રક્ષણની માગ કરી છે. આ આરોગ્યકર્મીઓનું માનવું છે કે આખુ વર્ષ તેઓ સતત ડ્યુટી નિભાવતા હોય છે.ત્યારે માનવતાના ધોરણે તેઓને બે દિવસ રજા મળવી જોઇએ..જેથી તેઓ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી શકે.

આ ઉપરાંત આરોગ્યકર્મીઓ રાજકોટ મહાનગરપાલિકા  ઓફિસે એકત્ર થયા હતા. તેમણે રજૂઆત કરી હતી કે અમે કોરોના સહિત અનેક સમય સતત ફરજ  બજાવતા આવ્યા  છે. તેમજ શહેરને સ્વચ્છ રાખવામાં અમારું યોગદાન સૌથી વધારે છે. તેમજ અમે પણ ઘરના સભ્યો સાથે તહેવાર ઉજવવાની ઈચ્છા રાખીએ છીએ તેથી અમને પણ બે દિવસની રજા આપવી જોઇએ.

સમગ્ર દેશના આજથી અગિયારસના દિવસથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોમવારે રમા એકાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ મંગળવારે ધનતેરસની વિધિવત પૂજા સાથે લોકો ઉજવણી કરશે. તેમજ તેની બાદ કાળી ચૌદસ અને ચાર નવેમ્બરના રોજ દિવાળીની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જ્યારે 5 નવેમ્બરના રોજ નૂતન વર્ષની ઉજવણી કરાશે.

આ પણ વાંચો : JUNAGADH : માણાવદર ભાજપમાં ભડકો, 5 નગરસેવકોએ આપ્યા રાજીનામાં

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદમાં અફીણની હેરાફેરીનો પર્દાફાશ, ખોડા ચેકપોસ્ટ પરથી બે શખ્સો ઝડપાયા

Follow us

Click on your DTH Provider to Add TV9 Gujarati