Rajkot: રીબડાના માજી ધારાસભ્ચ મહિપતસિંહ જાડેજાનું નિધન, ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળતા મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હતા. ગોંડલ તથા રીબડાના સ્થાનિક રાજકારણમાં મહિપત સિંહ જાડેજાનું ખાસ વર્ચસ્વ હતું.

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું હતું. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામમાં બહુચર્ચિત હતા. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળતા મોટી સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હતા. ગોંડલ તથા રીબડાના સ્થાનિક રાજકારણમાં મહિપત સિંહ જાડેજાનું ખાસ વર્ચસ્વ હતું.