Rajkot : જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો

|

Aug 01, 2021 | 9:55 AM

થોડા દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પાંચ ફૂટ નવા નીરની આવક નોંધાઇ હતી. જેને પગલે ફોફળ ડેમની કુલ સપાટી 33 ફૂટ છે અને હાલ માત્ર 10 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે

રાજકોટ(Rajkot)જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા ફોફળ ડેમ(Fofal Dam)ની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી પાંચ ફૂટથી વધીને 10 ફૂટ પર પહોંચી છે. થોડા દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પાંચ ફૂટ નવા નીરની આવક નોંધાઇ હતી. જેને પગલે ફોફળ ડેમની કુલ સપાટી 33 ફૂટ છે અને હાલ માત્ર 10 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.જો વરસાદ ખેંચાશે તો ધોરાજી અને ઉપલેટા પર પીવાના પાણીનો ખતરો તોળાશે. કારણ કે ફોફળ ડેમ ધોરાજી અને જામકંડોરણાને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છે.

આ પણ વાંચો : Viral Video : સસલાએ કરી કિસ ! વીડિયો જોઇ આપને પણ આવી જશે પ્રેમ

આ પણ વાંચો : એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

Published On - 9:45 am, Sun, 1 August 21

Next Video