RAJKOT: ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો, 1નું મોત

|

Jan 18, 2022 | 2:28 PM

દુર્ઘટના વખતે દુકાનમાં ત્રણ લોકો હાજર હતા, જેમાં મેનેજર મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું હતું. દુકાનમાં તે વખતે બે યુવતીઓ પણ હતી જેમાંથી એક યુવતી ઘાયલ થઈ હતી.

RAJKOT: ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો, 1નું મોત
RAJKOT: Fire safety bottle explodes, 1 killed

Follow us on

રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર ફાયરનો બાટલો ફાટવાની ઘટના બની છે. ફાયર સેફટીનો બાટલો રિફિલિંગ માટે લાવવામાં આવ્યો હતો જ્યાં આ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.

ફાયર સેફ્ટી (Fire safety) નો બાટલો (bottle) ફાટવાની ઘટનામાં મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા, CO2નો બાટલો હેરફેર કરતા સમયે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. CO2ના બાટલા રિફિલ (Refill) કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે, પણ રહેણાંક વિસ્તારમાં દુકાનમાં રિફીલિંગ માટે આવ્યો હતો.

દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા જેમાં મેનેજર મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું હતું. દુકાનમાં તે વખતે બે યુવતીઓ પણ હાજર હતી જેમાંથી એક યુવતી ઘાયલ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ (Fire brigade) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું છે અને તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.150 રિંગ રોડ પર ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો, એકનું મોત, મહિલા ઘાયલ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલો ફાટ્યો હતો. શિવ ફાયરમાં ફાયર સેફટીનો બાટલો ફાટતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે બે મહિલા ઘાયલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોને જોવે ટોળેટોળા ઉમટ્યા છે. લોકોએ રેસ્ક્યૂ કામગારી હાથ ઘરીને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ

આ પણ વાંચોઃ રાજકોટમાં ગર્ભ પરીક્ષણનું કૌંભાડ ઝડપાયું, રાતના સમયે ચૂપચાપ કરાતું હતું પરિક્ષણ

Next Article