રાજકોટમાં ગર્ભ પરીક્ષણનું કૌંભાડ ઝડપાયું, રાતના સમયે ચૂપચાપ કરાતું હતું પરિક્ષણ

BHMS ડો. મુકેશ ટોળીયા, કમ્પાઉન્ડર અવેશ પીંજારા અને પરીક્ષણ કરવા આવેલી મહિલાની કરાઇ ધરપકડ, પોર્ટેબલ મશીનના ઉપયોગથી થતું હતું પરિક્ષણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 12:01 PM

રાજકોટ (Rajkot) માં ગર્ભપરિક્ષણનું મોટું કૌભાંડ પકડાયું છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પર બી.ટી સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોનીમાં એક મકાન ભાડે રાખીને તેમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાની રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડની ફરિયાદને પગલે પોલીસે દરોડો પાડીને કૌભાંડ ઝડપી પાડ્યું છે.

શિવશક્તિ સોસાયટીના મકાન નંબર 204માં ગર્ભ પરિક્ષણ (Gender test) ની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં BHMS ડો મુકેશ ટોળીયા, કમ્પાઉન્ડર અવેશ પીંજારા અને ગર્ભ પરિક્ષણ કરવા આવેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

આ ગોરખધંધો ચલાવવા માટે તબીબ (Doctor) એ આ મકાન ભાડે રાખ્યું હતું અને તેમાં માત્ર રાત્રીના સમયે જ ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હતું. ડોક્ટરે પરિક્ષણ માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતું અને તેનાથી પરિક્ષણ કરી તગડી ફી વસુલવામાં આવતી હતી.

મહત્ત્વની વાત એ છે કે સ્થાનિક લોકોને પણ આ પ્રકારના કૌભાંડની ગંધ સુદ્ધાં આવવા દીધી નહોતી. પોલીસે અત્યારે આ ત્રણ જણની ધરપકડી કરી તબીબ અને કમ્પાઉન્ડરની સઘન પુછપરછ શરૂ કરી છે. આ બંનેએ અત્યાર સુધીમાં કેટલી મહિલાઓનું ગર્ભ પરિક્ષણ કર્યું છે અને આ કૌભાંડ (scam) માં અન્ય કોણ કોણ સામેલ છે તેની જાણકારી મેળવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

આ પણ વાંચોઃ Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">