Rajkot : ફરી ખેડૂતો પર રૂઠી કુદરત ! ધોરાજી પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની

|

Jul 16, 2022 | 7:23 PM

સારા ભાવની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા સહિતના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતુ. પરંતુ હવે પાકને નુકસાનના પગલે ખેડૂતોની (Farmer) હાલત કફોડી બની છે.

Rajkot : ફરી ખેડૂતો પર રૂઠી કુદરત ! ધોરાજી પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની
Crop damage in Dhoraji

Follow us on

રાજકોટ જિલ્લાના(Rajkot District)  ધોરાજી પંથકમાં મેઘમહેર ખેડૂતો માટે મેઘ કહેર સાબિત થયો છે. છેલ્લા 15 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે ખેડૂતોના (Farmer Crops) પાકનો વિનાશ થયો છે.કપાસ, મગફળી અને સોયાબીન સહિતનો પાક બરબાદ થયો છે.વરસાદથી (Heavy Rain) ખેતરોમાં ભારે ધોવાણ થતા અમુક પાક નમી ગયો છે,તો કયાંક પાક બળી ગયો છે.સારા ભાવની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા સહિતના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતુ.પરંતુ હવે પાકને નુકસાનના પગલે ખેડૂતોની (Farmer) હાલત કફોડી બની છે.

એક બાદ એક આકાશી આફતોથી ખેડૂતોની વધી મુશ્કેલી

ખેડૂતોએ ઉછીના પૈસા લઈ વાવેતર કર્યું અને તેનું પણ વરસાદમાં ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે ખેડૂતોએ હવે સરકાર (Gujarat Govt) પાસે તાત્કાલિક ધોરણે સર્વે અને સહાયની રકમ ચૂકવવાની માગ કરી છે .એક બાદ એક આકાશી આફતોથી હારી ચૂકેલા ખેડૂતોની હવે દશા કફોડી બની ગઈ છે.હવે ખેડૂતો મેઘરાજા વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

ગુજરાતમાં તોફાની બેટિંગ બાદ અંતે મેઘરાજા (Monsoon 2022) હવે થોડા શાંત થયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક દરમિયાન 20 તાલુકામાં 2 ઈંચથી લઈને 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો છે. ભારે વરસાદના પગલે વલસાડમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નવસારીમાં ઠેર ઠેર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી સફાઈ કામગીરી પૂરજોશમાં છે. નવસારીમાં એક પૂલ પણ તૂટ્યો છે. ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે. જો કે હવે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહત અનુભવી છે.

Next Article