Rajkot: તબીબ દંપત્તીના પુત્રનું અપહરણ કરનારો જાણભેદુ જ નીકળ્યો, પોલીસે 5 અપહરણકારની કરી ધરપકડ

|

Jun 17, 2022 | 9:55 AM

રાજકોટમાં (Rajkot) 14 જૂનના રોજ તબીબના પુત્રના અપહરણનો (Kidnapping) નિષ્ફળ પ્રયાસ થયો છે. નિર્મલા રોડ નજીક ડૉકટર દંપતીના 16 વર્ષના પુત્ર રોહિતને કુરિયરના નામે બહાર બોલાવી અજાણ્યા શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો.

Rajkot: તબીબ દંપત્તીના પુત્રનું અપહરણ કરનારો જાણભેદુ જ નીકળ્યો, પોલીસે 5 અપહરણકારની કરી ધરપકડ
તબીબના પુત્રના અપહરણનો પ્રયાસ કરનાર 5 આરોપીની ધરપકડ

Follow us on

રાજકોટના (Rajkot) તબીબ દંપતીના પુત્રના અપહરણના (Kidnapping) પ્રયાસનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અપહરણનો પ્રયાસ કરનાર પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. રાજકોટ શહેરના હનુમાન મઢી ચોક (Hanuman madhi chowk) પાસે ઘટના બની હતી.જ્યાં તબીબનો પુત્ર રોહિત ખંધડિયા રમી રહ્યો હતો. આ દરમિયાન કારમાં આવેલા ત્રણ લોકોએ તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં (Rajkot) 14 જૂનના રોજ તબીબના પુત્રના અપહરણનો નિષ્ફળ પ્રયાસ થયો છે. નિર્મલા રોડ નજીક ડૉકટર દંપતીના 16 વર્ષના પુત્ર રોહિતને કુરિયરના નામે બહાર બોલાવી અજાણ્યા શખ્સોએ અપહરણનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રોહિતે પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેને પગલે અપહરણ કરવા આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અપહરણકારોએ તબીબને જાનથી મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માગ હતી.

સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ ખંડણી માટે અપહરણનો પ્રયાસ કર્યો હતો કે કોઈ અન્ય કારણોસર ? તે અંગે પોલીસ તપાસ ચલાવી હતી. સાથે જ પોલીસે હનુમાન મઢી ચોકની આસપાસના CCTV ચકાસણી પણ કરી હતી. પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા સાત શખ્સોની સંડોવણી ખુલી હતી. જેને આધારે પોલીસે કેવલ સંચાણીયા, સંજય ઠાકોર, સુરેશ ઠાકોર, ચિરાગ ઠાકોર અને સંજય ઠાકોરની ધરપકડ કરી છે. હાલ પોલીસે ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કેવલ ડો. જીજ્ઞેશના ભાઈ મુકેશને ત્યાં એપ્રિટન્સ તરીકે કામ કરતો હતો. જેથી તે ડો. જીજ્ઞેશ અંગે તમામ માહિતી ધરાવતો હતો. કેવલને રૂપિયાની જરૂર હોય જેથી તે છેલ્લા આઠ મહિનાથી અપહરણનો પ્લાન ઘડતો હતો. આરોપી કેવલે અપહરણ માટે તેના મિત્ર સંજય ડાભીને ટિપ આપી હતી. બાદમાં સંજયે તેના મિત્ર જયપાલ રાઠોડને આ અંગે વાત કરી મિત્ર સુરેશ ઠાકોર પાસે બોગસ સીમકાર્ડ મગાવ્યા હતા

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તબીબને ત્યાં એપ્રન્ટિસ તરીકે કામ કરતાં કેવલ સંચાણીયા નામના શખ્સે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. કેવલને રૂપિયાની જરૂર હોવાથી અન્ય છ શખ્સોની મદદથી અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

Next Article