RAJKOT : દિવ્યાંગ શિક્ષક શાળાના પ્રાંગણમાં જ ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે, આ ખેતી પાછળ છે શિક્ષકનો એક ઉમદા ઉદેશ્ય

|

Jun 27, 2022 | 7:36 AM

છેલ્લા દસ વર્ષથી જેન્તીભાઈ ભાખોતરા નવાગામ પ્રાથમિક શાળામાં (school) સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેન્તીભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે.

RAJKOT : દિવ્યાંગ શિક્ષક શાળાના પ્રાંગણમાં જ ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે, આ ખેતી પાછળ છે શિક્ષકનો એક ઉમદા ઉદેશ્ય
દિવ્યાંગ શિક્ષકે શાળાના પ્રાંગણમાં જ ઉગાડી શાકભાજી

Follow us on

RAJKOT : સામાન્ય રીતે શિક્ષકનું (teacher)નામ સાંભળતા જ આપણે સૌને શાળામાં શિક્ષણનો અભ્યાસ કરાવતા જ શિક્ષકોની છબી યાદ આવે પરંતુ કોઈ એવા શિક્ષક મળી જાય તો જે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતાની સાથે શાકભાજીની ઓર્ગેનિક ખેતી (Organic farming)પણ શાળામાં જ કરે છે આ વાત સાંભળીને નવાઈ લાગશે. પરંતુ આ વાતને સાર્થક કરી છે ગોંડલ (gondal) તાલુકાના નવાગામ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક જેન્તીભાઈ ભાખોતરાએ,

છેલ્લા દસ વર્ષથી જેન્તીભાઈ ભાખોતરા નવાગામ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેન્તીભાઈએ છેલ્લા ત્રણ વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે. જેમાં તે શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે. જેન્તીભાઈએ ગયા વર્ષે તેમણે શાળામાં ઓર્ગેનિક શાકભાજી જેમકે લીલી હળદર, ટમેટી, ડુંગળી, લસણ વગેરેનું વાવેતર કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે શકરિયા ગાજરનું વાવેતર કરેલ છે. ખાસ વાત એ છે કે જે પણ શાકભાજી પાકે છે તે શાકભાજીનો ઉપયોગ શાળામાં ભણતા 200 જેટલા વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક જેન્તીભાઈએ શાળામાં જ કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો નાખ્યા વગર જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડ્યું છે તે માટે તે દરરોજ શાળાના અભ્યાસના સમય પછી બે કલાક સુધી શાકભાજીના વાવેતરની માવજત કરે છે તેમને ટાઈમ સર પાણી, નિંદામણ વગેરે તે પોતેજ મહેનત કરીને કરે છે. તેમનો હેતુ એ છે કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં બહારના શાકભાજી કરતા અહીંયા જ ઉગાડેલ ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરાય છે. જેમને લઈને વિદ્યાર્થીઓને સાત્વિક અને શુદ્ધ વિટામિન મળી રહે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહેશે. જેન્તીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દરેક શિક્ષકોએ પોતાની ફરજ પરની શાળાઓમાં આવા ઓર્ગેનિક શાકભાજીના વાવેતર કરવા જોઈએ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Published On - 7:35 am, Mon, 27 June 22

Next Article