Rajkot: અનેક સુવિધાઓથી સજ્જ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉકટરો જ નથી!

|

Feb 16, 2022 | 4:11 PM

નિષ્ણાંત ડૉકટરો જેવા કે એમ ડી જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ન હોવાને કારણે ગંભીર રોગના દર્દી અને અકસ્માતમાં ઇજા થયેલ દર્દીને રાજકોટ જૂનાગઢ સારવાર અર્થે લાંબુ થવું પડે છે

Rajkot: અનેક સુવિધાઓથી સજ્જ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉકટરો જ નથી!
ધોરાજીની સિવિલ હોસ્પિટલ

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) ની સિવિલ હોસ્પિટલ અનેક સુવિધાઓથી સજ્જ છે પરંતુ અહીંયા એમડી અને ઓર્થો પેડિક અને જનરલ સર્જન ન હોવાને કારણે દર્દીઓને હાલાકી થઈ રહી છે ત્યારે નિષ્ણાંત ડૉકટરો (specialist doctor)ની નિમણુક કરવા લોક માંગ ઉઠવા પામી છે.

ધોરાજીમાં દાતાના દાનથી નિર્માણ પામેલ સુવિધાથી સજ્જ ધોરાજી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં 54 જેટલા બેડ છે અને ઓપરેશન થિયેટર છે RTPCR લેબ ઓક્સિજન પ્લાન્ટ અને આધુનિક સુવિધા (facilities) થી સજ્જ લેબોરેટરી પણ છે પરંતુ અહીંયા નિષ્ણાંત ડૉકટરો જેવા કે એમ ડી જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ન હોવાને કારણે ગંભીર રોગના દર્દી અને અકસ્માતમાં ઇજા થયેલ દર્દીને રાજકોટ જૂનાગઢ સારવાર અર્થે લાંબુ થવું પડે છે.

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ખુબ જ સારો છે આં સિવિલ હોસ્પિટલનું DCHC સેન્ટર કોરોનાની બીજી લહેરમાં લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું હતું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જો નિષ્ણાંત ડૉકટરોની નિમણુક કરવામાં આવે તો ધોરાજી સહિત આસપાસના 18 જેટલા ગામના અંદાજિત કુલ 60 હજાર જેટલા લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે એમ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવેલ હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ મેડિકલ ઓફિસર, ગાયનેક ડૉકટર અને બાળરોગ નિષ્ણાંત અને આખના સર્જન આં તમામ ડૉકટરો હાલ પોતાની સેવા આપી રહ્યા છે .એક થી બે દિવસમાં ડાયાલિસિસ સેન્ટર બનાવવાની પણ કામગીરી શરૂ થઈ જશે અને ઘટતા નિષ્ણાંત ડૉકટરો અંગે ગાંધીનગરમાં જાણ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં ડૉકટરોની નિમણુક થઈ જશે.

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ઘટતા ડૉકટરોની નિમણુક કરવામાં આવે તો ગરીબ દર્દીઓને રાજકોટ જૂનાગઢ ધક્કા ખવાની જંજટમાંથી મુક્તિ મળે.

આ પણ વાંચોઃ Ahmedabad: રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઇન્ટ અને વાહન પાર્કિંગ સુવિધા શરૂ કરાઇ

આ પણ વાંચોઃ Mehsana : કોંગ્રેસમા મોટું ભંગાણ, કોંગ્રેસના પીઢ આગેવાનો ભાજપમાં જોડાશે

Next Article