Rajkot : સૌરાષ્ટ્રમાં ઘેરું બનતું જળસંકટ, જળાશયોમાં મર્યાદિત પાણીનો જથ્થો

|

Aug 19, 2021 | 12:32 PM

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની કોઇ શક્યતાઓ રહી નથી તેવામાં ડેમોમાં ઘટતું જતા પાણીનો જથ્થાએ તંત્રની ચિંતામાં વધારો થયો છે.સિંચાઇ વિભાગ સપ્ટેમ્બર સુધી પાણીની કોઇ સમસ્યા ન હોવાનો દાવો કરે છે.

Rajkot : સૌરાષ્ટ્રમાં ઘેરું બનતું જળસંકટ, જળાશયોમાં મર્યાદિત પાણીનો જથ્થો
આજી ડેમ (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

Rajkot : ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. જેના કારણે જળ સંકટ ઘેરું બન્યું છે.શહેરના મુખ્ય જળાશયોમાં પાણીનો મર્યાદિત સ્ટોક રહેલો છે.સૌરાષ્ટ્રના 82 ડેમોમાંથી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે. સિંચાઇ વિભાગે દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો રહેલો છે. જેથી જો હવે વરસાદ ન થાય તો જળ સંકટ ઘેરું બની શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને સૌની યોજનાનું પાણી છોડવા માટેની અપીલ કરી છે.

આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા રૂઢી ગયા છે.વરસાદ નહિ પડતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ ઘેરુ બની રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ વરસાદ ખૂબ જ ઓછો થયો છે. જેથી દુષ્કાળના ભણકારા પણ વાગી રહ્યા છે.સૌરાષ્ટ્રના કુલ 82 ડેમો પૈકી 42 ડેમોમાં 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો રહેલો છે જે ખૂબ જ ચિંતાજનક છે.સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમાણે ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો,

જિલ્લો             ડેમોમાં પાણીનો જથ્થો             તળિયું દેખાયેલા ડેમ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રાજકોટ           36.61 ટકા                                    11

મોરબી              34.46 ટકા                                   3

જામનગર            33.82 ટકા                                 10

દ્વારકા                 13.74 ટકા                                  10

સુરેન્દ્રનગર           20.10 ટકા                                 9

પોરબંદર               27.80 ટકા                                2

અમરેલી                  0.32 ટકા                                 2

પાણીનો જથ્થો રહેલો છે.

સિંચાઇ વિભાગના કહેવા પ્રમાણે આ પાણીનો જથ્થો સપ્ટેમ્બર મહિના સુધી ચાલી શકે તેમ છે. એટલે કે જો હવે પંદર દિવસમાં વરસાદ ન આવ્યો તો સૌરાષ્ટ્રભરમાં જળસંકટ ઉભું થઇ શકે છે.

આ તરફ રાજકોટ શહેરમાં પણ હવે પાણીની અછતના ભણકારા વાગી રહ્યા છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદાના નીર માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટને પુરૂ પાડતા ડેમોની સ્થિતિ પર નજર કરીએ તો,

ડેમ            કુલ સપાટી           હાલની સપાટી

આજી 1        29 ફૂટ               15.90

ન્યારી 1         25 ફૂટ               17.70

ન્યારી 2         20 ફૂટ               13.60

ભાદર 1          34 ફૂટ                18 ફૂટ

લાલપરી          15 ફૂટ                 5

સપાટી રહેલી છે.દરરોજ 20 મિનીટ પાણી વિતરણ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાના નીર આપવાની માંગ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગ માંકડે દાવો કર્યો હતો કે જન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં સૌની યોજના થકી નવા નીર આવશે. જેથી રાજકોટવાસીઓને પાણીકાંપનો સામનો નહિ કરવો પડે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ પણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની કોઇ શક્યતાઓ રહી નથી તેવામાં ડેમોમાં ઘટતું જતા પાણીનો જથ્થાએ તંત્રની ચિંતામાં વધારો થયો છે.સિંચાઇ વિભાગ સપ્ટેમ્બર સુધી પાણીની કોઇ સમસ્યા ન હોવાનો દાવો કરે છે. પરંતુ ડેડ વોટરને જોતા જો પંદર દિવસમાં વરસાદ ન પડ્યો તો સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ઉભી થઇ શકે છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારોએ સૌની યોજના થકી નર્મદાના નીર પર જ આધારે રાખવો પડશે. પ્રાર્થના કરીએ મેઘરાજા જલદી રીઝે અને સૌરાષ્ટ્રને જળબતોળ કરી દે.

Next Article