Rajkot: ‘દૂધમાં ભેળસેળ ચલાવી નહિં લેવાય’, રાજકોટ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી જયેશ રાદડીયાની ટકોર
આ વર્ષે દૂધના ઉત્પાદનમાં અને નફામાં પણ નોંધપાત્ર ફાયદો થયો છે. આ વર્ષે 9 કરોડથી વધુનો નફો થયાનું રદડીયાએ જણાવ્યુ છે.
Rajkot: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (Rajkot Dairy) ની આજે રાજકોટ ખાતે 61 મી સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વર્ષ દરમ્યાન થયેલા વ્યવહારોને સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે 900 થી વધુ દૂધ મંડળીઓ રાજકોટ જિલ્લાની અંદર કાર્યરત છે.
જેમાંથી 50 ટકા ઉપરની મંડળીઓનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ઉત્પાદનમાં થતાં ભેળસેળને લઈને રદડીયાએ (Jayesh Radadiya) મહત્વનું નિવેદન આપ્યું હતું.
આ વર્ષે દૂધના ઉત્પાદનમાં અને નફામાં પણ નોંધપાત્ર ફાયદો નોંધાયાનું જયેશ રદડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું. જેમાં આ વર્ષે 9 કરોડથી વધુનો નફો થયાનું જણાવ્યુ છે. દૂધ ઉત્પાદનમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી હતી. કોઈ પણ ઉત્પાદક ભેળસેળ કરતા હશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે તેવું ટકોર પણ કરી હતી.
આ પણ વાંચો: VADODARA : PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર, ઘરમાંથી લોહીના સેમ્પલ મળી આવ્યાં
આ પણ વાંચો: Crime: 21 વર્ષનો યુવક માંગતો હતો વિદેશી યુવતીઓના ‘અંગત’ ફોટા, દક્ષિણ એશિયાની મહિલાઓ થઈ શિકાર