19 કરોડના ખર્ચ પછી પણ રાજકોટના રસ્તા પર રહે છે અંધારુ, દરરોજ મળે છે સરેરાસ 76 લાઈટબંધ હોવાની ફરિયાદ!

19 કરોડના ખર્ચ પછી પણ રાજકોટના રસ્તા પર રહે છે અંધારુ, દરરોજ મળે છે સરેરાસ 76 લાઈટબંધ હોવાની ફરિયાદ!

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની 65 હજાર સ્ટ્રીટ લાઇટોને LED લાઇટમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેની પાછળ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદો ચાલુ જ છે. TV9 Gujarati   રાજકોટ મહાનગરપાલીકામાં દરરોજ સરેરાશ 76 LED લાઇટ બંધ હોવાની ફરીયાદો આવે છે .રાજકોટ મહાનગરપાલીકાની રોશની શાખામાં ગત જાન્યુઆરી મહિનામાં 2376 […]

Gaurav Dave

| Edited By: TV9 WebDesk8

Feb 06, 2019 | 2:48 PM

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની 65 હજાર સ્ટ્રીટ લાઇટોને LED લાઇટમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેની પાછળ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદો ચાલુ જ છે.

TV9 Gujarati

રાજકોટ મહાનગરપાલીકામાં દરરોજ સરેરાશ 76 LED લાઇટ બંધ હોવાની ફરીયાદો આવે છે .રાજકોટ મહાનગરપાલીકાની રોશની શાખામાં ગત જાન્યુઆરી મહિનામાં 2376 ફરીયાદો સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની નોંધાય છે. જાન્યુઆરી મહિનામાં રાજકોટ મહાનગરપાલીકાનાં કોલ સેન્ટરમાં દરરોજ સરેરાશ 76 ફરીયાદો સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદ નોંધાય છે. રાજકોટ મહાનગરપાલીકાએ કેન્દ્ર સરકારનાં એકમ સાથે MOU કરી તમામ સ્ટ્રીટ લાઇટને LEDમાં કન્વર્ટ કરવા 19 કરોડનો ખર્ચ કર્યો છે. આમ છતાં રાજકોટવાસીઓની સ્ટ્રીટ લાઇટ બંધ થવાની ફરીયાદો ઉભી જ છે.

આગામી 6 વર્ષ માટે આ સ્ટ્રીટ લાઇટનું મેઈન્ટેન્સની કામગીરી પણ આ જ એજન્સીએ કરવાની રહેતી હોય છે. છતાં આ પ્રકારની ફરીયાદોમાં વધારો થઇ રહ્યો છે.રાજકોટ મહાનગરપાલીકાનાં કોલ સેન્ટરનાં આંકડા પર નજર કરીએ તો, વોર્ડ નંબર 18માં જાન્યુઆરી મહિનામાં 371 જેટલી ફરીયાદો મળી હતી જે સૌથી વધુ ફરીયાદો છે. જ્યારે સૌથી ઓછી ફરીયાદો વોર્ડ નંબર 8માં 63 જેટલી ફરીયાદો નોંધાય હતી. 19 કરોડ જેવી જંગી રકમનો ખર્ચ છતાં પણ દરરોજ સરેરાશ 76 જેટલી ફરીયાદો સ્ટ્રીટ લાઇટની આવી રહી છે. આમ કરોડો રુપિયાના ખર્ચા પછી પણ લાઈટોના લીધે જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે.

[yop_poll id=1152]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati