AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, રાજ્યના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું યોજ્યુ

કોંગ્રેસના (Congress) કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલીક બાબતોને ધ્યાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) સત્તાધીશોનું બેસણું યોજી અનોખો વિરોધ યોજ્યો હતો.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, રાજ્યના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું યોજ્યુ
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 13, 2023 | 1:55 PM
Share

Rajkot : રાજકોટમાં કોંગ્રેસના (Congress) કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં કેટલીક બાબતોને ધ્યાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) સત્તાધીશોનું બેસણું યોજી અનોખો વિરોધ યોજ્યો હતો. જેમાં યુનિવર્સિટી પાસે શૈક્ષણિક ખર્ચ માટે એક રૂપિયાની ગ્રાન્ટ ન હોવાથી જૂની રીતિ રિવાજોમાં સગા સંબંધીઓની જેમ બેસણામાં ઘરવખરી અને અનાજ તેઓના પરિવાર માટે લઈજઈને મદદ કરતા તેમ આજે કાર્યકરો બેસણામાં કેમ્પસના ભવનો માટે સ્ટેશનરી વસ્તુઓ અને રોકડ પૈસા લઈને પહોંચ્યા હતા.

આ પણ વાંચો-સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર અનેક વિવાદો આવતા રહે છે. ત્યારે NSUIનો આક્ષેપ છે કે સત્તાધીશો વહીવટી બાબતે નિષ્ફળ રહી શિક્ષાનાધામને રાજકીય,ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનાવ્યો છતાં રાજ્યના શિક્ષણવિભાગનું પેટનું પાણી કેમ નથી હલતુ?

કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે TV9 સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે વિવાદોનો પર્યાય બની હોય તેમ કોઈને કોઈ વિવાદ,ભ્રષ્ટાચાર અને કૌભાંડો અટકવાનું નામ નથી લેતા અને બીજી તરફ ભૂતકાળમાં પણ વહીવટી બાબતોમાં થયેલી ભુલોમાંથી શીખવાના બદલે સત્તાધીશોનો ટાંટિયા ખેંચ ખેલ રમાતો હોય તેમ નવા નવા વિવાદો વધારીને શિક્ષણની સ્થિતિ કંગાળ કરી રહ્યા છે. કાર્યકારી કુલપતિ પોતે ખુરશીની સતાના અહંમમાં જુથવાદી કિન્નાખોરીના દાવપેચ રમી રહ્યા છે. કુલપતિ તો નજીકમાં સેનેટની ચૂંટણીના સોગઠાં અને પ્રચારમાં લાગી ગયા છે તેવો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.

યુનિવર્સિટીનુ શૈક્ષણિક સ્તર ઉચુ લાવવા હેતુસર મહામુહીમ રાજ્યપાલ સમક્ષ નીચે મુજબની માગો કરી છે.

  1. યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની તત્કાલ નિમણુંક કરવામાં આવે.
  2. કરાર આધારિત અધ્યાપકોની અટકેલી ભરતી તત્કાલ કરવામાં આવે.
  3. નોન-ટીચિંગ કર્મચારીઓની 150 થી વધુ જગ્યાઓ જે ખાલી છે તેની ભરતી કરવામાં આવે
  4. વર્ષોથી યુનિવર્સિટીના ભવનોમાં પ્રોફેસરોની ભરતી કરવામાં નથી આવી આ ઘટ મુજબ ભરતી કરવામાં આવે.
  5. યુનિવર્સિટીને શૈક્ષણિક ખર્ચ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે.
  6. વિવાદિત સતાધીસોને તમામ પદ પરથી દૂર કરવામાં આવે.
  7. યુનિવર્સિટીમાં ભૂતકાળમાં થયેલ તમામ કૌભાંડો,પેપરલીકકાંડ,ચોરીકાંડમાં થયેલ પોલીસ કેસ કે તપાસ કમિટીમાં નિર્પક્ષ તપાસ કરાવી જવાબદાર કોલેજો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
  8. સત્તાધીશો રાજકીય તાયફાઓમાંથી અને જુથવાદી કિન્નાખોરીથી દૂર રહી શૈક્ષણિક બાબતોમા સક્રિય રહેવા કડક સૂચનાઓ આપવામાં આવે.

આ બેસણાના કાર્યક્રમમાં વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત, NSUIના પ્રદેશ મહામંત્રી અને NSUIના કાર્યકરો જોડાયા હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">