સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુડા અને સુરત મહાનગર પાલિકાના અંદાજે રૂ.80 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સુરત શહેરમાં સુડાના આઉટર રિંગ રોડના પ્રથમ તબક્કાના રૂટનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video
Outer Ring Road Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 13, 2023 | 12:24 PM

Surat : વર્ષોથી કાગળ પ૨ ૨હેલા સુરતના (Surat)સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 17.324 કિમી લંબાઇના 45 મીટર પહોળાઇમાં સિક્સ લેનના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના કુલ 6 પેકેજોમાંથી 4 પેકેજોના કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

આ પણ વાંચો Monsoon 2023 : સુરતના ઉમરપાડામાં દેવઘાટ ધોધનો નયનરમ્ય દ્રશ્યો Videoમાં જુઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુડા અને સુરત મહાનગર પાલિકાના અંદાજે રૂ.80 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ તક્તિઓનું અનાવરણ પણ કરશે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આઉટર રિંગ રોડનું લોકાર્પણ થતાં શહેરીજનોને સૌથી મોટી રાહત થશે. રિંગ રોડ પ્રોજેક્ટને કુલ 6 પેકેજોમાં વહેંચવામાં આવ્યો છે, જે પૈકી રસ્તાના 4 પેકેજો મળીને કુલ 12.944 કિમી આઉટર રિંગ રોડનું નિર્મિત નદી બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારના કુલ રૂ.46.10 કરોડના ખર્ચે તૈયા૨ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા સુડા વિસ્તારના રૂ.33.08 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રકલ્પોની તક્તિઓનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

દિવાળી સુધી પ્રથમ તબક્કાના આઉટર રિંગ રોડના બાકી રસ્તાના બે પેકેજોની કામગીરી પણ પૂર્ણ થવાની શક્યતા છે. વર્ષોથી બની રહેલ સુડાના આઉટર રિંગ રોડ પ્રોજેક્ટ 90 મીટર પહોળાઇમાં સૂચિત કરાયો છે. જે પૈકી URDCL દ્વારા પ્રથમ તબક્કામાં 17.324 કિમી લંબાઇમાં રોડ અને બ્રિજની કામગીરી હાથ ધરી છે. બીજા તબક્કાના અંદાજે 10 કિમી વિસ્તારમાં આઉટર રિંગ રોડના ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટો પણ નજીકના ભવિષ્યમાં શરૂ થશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">