રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના અગ્રણીઓ, પ્રભારીઓ અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કામગીરીની સમિક્ષા આજની ભાજપની બેઠકમાં કરી હતી. જો કે આ બેઠકમાં શહેરના કોર્પોરેટરોની પાંખી હાજરી જોવી મળી હતી.
શહેરના અડધોઅડધ કોર્પોરેટરો આ બેઠકમાં હાજર રહ્યા ન હતા જેના કારણે વિનોદ ચાવડાએ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ગેરહાજર કોર્પોરેટરનો ખુલાસો પુછવા સૂચના આપી હતી. મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ચાર કોર્પોરેટર દિલ્લીના પ્રવાસે હોવાથી ગેરહાજર રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સહિત ચાર કોર્પોરેટરો દિલ્લી પ્રવાસે છે. ક્લાઇમેન્ટ ચેન્જ અંગેની એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પદાધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દિલ્લી છે જેથી તેઓ ગેરહાજર રહ્યા હતા .
રાજકોટ મહાનગર સભ્ય નોંધણીમાં ગુજરાતમાં રાજકોટ ત્રીજા નંબરે છે. રાજકોટ શહેરમાં સૌથી વધારે સભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ અને ત્યારબાદ બીજા નંબરે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ છે. સભ્ય નોંધણીના જે ઇન્ચાર્જ મુકવામાં આવ્યા છે તેમાં કાર્યકર્તાઓમાં કચવાટ છે જેના કારણે કેટલાક વોર્ડ અને કેટલાક કોર્પોરેટરો ટાર્ગેટ પુરો કરી શક્યા નથી. જે નેતાઓને ત્રણ-ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે તેમાંથી કેટલાક નેતાઓએ પોતાના વિસ્તારમાં પુરતો પ્રવાસ પણ ન કર્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત પ્રભારીઓના નામને લઇને પણ ક્યાંક કચવાટ હોવાની ચર્ચાઓ ઉઠી છે.
સદસ્યતા અભિયાનની બેઠકમાં ઉપસ્થિત વિનોદ ચાવડાએ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિનોદ ચાવડાએ કહ્યું હતું કે દરેક કાર્યકર્તાઓએ સદસ્યતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી હતી. દરેક વોર્ડના જુના કાર્યકર્તાઓની સાથે રાજકોટ શહેરના અગ્રગણ્ય લોકો જેવા કે ડોક્ટર,એન્જિનીયર,ચાર્ટડ એકાઉન્ટન્ટ,સામાજિક અગ્રણીઓ,વેપારીઓ,ઉધોગપતિઓને જોડવા માટે અપીલ કરી હતી. સદસ્યતા અભિયાનને એક જનસંપર્ક અભિયાન બનાવીને લોકો પાસે જવા માટે કાર્યકર્તાઓને સૂચના આપી હતી.