રાજકોટ: ભાજપના જુના જોગી ધનસુખ ભંડેરી ફરી થયા સક્રિય, લાંબા વિરામ બાદ RMC કચેરીએ જોવા મળતા રાજકીય વર્તુળોમાં ગણગણાટ

|

Feb 02, 2024 | 6:26 PM

રાજકોટ: રાજકોટ ભાજપના જુના જોગી અને મનપાના ફાયનાન્સ બોર્ડના પૂર્લ ચેરમેન અને પૂર્વ મેયર રહી ચુકેલા ધનસુખ ભંડેરી છેલ્લા કેટલાય સમયથી રાજકીય સન્યાસ લીધો હોય તેમ જિલ્લાની રાજનીતિથી અળગા હતા. જો કે આજે અચાનક તેઓ RMC કચેરીએ જોવા મળ્યા હતા. ત્યારે લોકસભા પહેલા તેમની આ સક્રિયતા જોઈને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે.

રાજકોટ: ભાજપના જુના જોગી ધનસુખ ભંડેરી ફરી થયા સક્રિય, લાંબા વિરામ બાદ RMC કચેરીએ જોવા મળતા રાજકીય વર્તુળોમાં ગણગણાટ

Follow us on

રાજકોટ શહેર ભાજપના સિનીયર આગેવાન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને પૂર્વ મેયર ઘનસુખ ભંડેરી ફરી સક્રિય ભુમિકામાં જોવા મળ્યા છે.આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં ધનસુખ ભંડેરી કોર્પોરેટરોના અભિવાદન કાર્યક્રમમાં સક્રિય ભુમિકામાં જોવા મળ્યા હતા.તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતા બની હતી અને આજે તેનો અભિવાદન કાર્યક્રમ હતો જેમાં ધનસુખ ભંડેરીની ઉપસ્થિતિથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

કોર્પોરેટરોના અભિવાદન સમારોહમાં શાસકોએ આપ્યું હતું આમંત્રણ

તાજેતરમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઇનલમાં સુરત સામે રાજકોટ મહાનગરપાલિકાનો ભવ્ય વિજય થયો હતો.આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે વિજેતા ટીમનો અભિવાદન સમારોહ હતો જેમાં મેયર ,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દ્રારા ધનસુખ ભંડેરીને કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.ધનસુખ ભંડેરી સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોધરા,શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,સિનીયર આગેવાન કશ્યપ શુક્લ ભાજપના ત્રણ મહામંત્રીઓ,મેયર નયનાબેન પેઢડિયા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર સહિતના હોદ્દેદારો અને વિજેતા ટીમ ઉપસ્થિત રહી હતી.

મેં આ ટૂર્નામેન્ટનો પાયો નાખ્યો હતો-ધનસુખ ભંડેરી

આ અંગે ભાજપના નેતા ધનસુખ ભંડેરી સાથે ટીવીનાઇને વાતચીત કરતા ધનસુખ ભંડેરીએ કહ્યું હતું કે વર્ષ 2006માં જ્યારે હું મેયર હતો ત્યારે ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો મેં પ્રારંભ કરાવ્યો હતો.આ ટૂર્નામેન્ટમાં એક ટીમ મેયર 11 અને એક ટીમ કમિશનર 11 રાખવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટનો હેતુ ક્રિકેટના બહાને રાજ્યભરના મહાનગરપાલિકાના મેયર અને કર્મચારીઓ એકબીજા સાથે સંપર્કમાં આવે તે હતો. અગાઉ ધણી વખત રાજકોટ મહાનગરપાલિકા રર્નર્સ અપ રહી છે. આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની મેયર 11ની ટીમનો વિજય થતા અભિવાદન સમારોહમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં મહાનગરપાલિકાની કચેરીએ પહોંચીને વિજેતા ટીમને શુભેચ્છાઓ આપી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 1323 કરોડ ફાળવાશે

લોકસભા ચૂંટણી પહેલા મળશે કોઇ જવાબદારી

ધનસુખ ભંડેરી રાજકોટના ભાજપના સિનિયર આગેવાન છે. શહેર ભાજપ પ્રમુખ, મેયર, લોકસભા અને વિધાનસભાના પ્રભારી સહિતની સંગઠનની અનેક જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે. સંગઠનના તેઓ પાયાના પથ્થર છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ધનસુખ ભંડેરીને કોઇ મહત્વની જવાબદારી મળે તેવો ગણગણાટ શરૂ થયો છે. લાંબા સમયથી ભાજપના મુખ્ય કાર્યક્રમમાં માત્ર હાજરી આપીને નિજાનંદ બનેલા ધનસુખ ભંડેરી રાજકોટ મહાનગરપાલિકામાં સક્રિય રીતે જોવા મળતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

 

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article