AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ભરવાડ સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, લગ્નમાં સામુહિક પહેરામણી, રોકડની લેતી-દેતી કરાશે બંધ, આગેવાનો ઘડશે નવું બંધારણ

Rajkot News : ભરવાડ સમાજે સામુહિક પહેરામણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાઈ તેમ ન હોવાના કારણે આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે.

Rajkot : ભરવાડ સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, લગ્નમાં સામુહિક પહેરામણી, રોકડની લેતી-દેતી કરાશે બંધ, આગેવાનો ઘડશે નવું બંધારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 12:44 PM
Share

કુરિવાજો બંધ કરવા રાજકોટમાં ભરવાડ સમાજ સેવા સમિતિએ આવકારદાયક પહેલ કરી છે. ભરવાડ સમાજે સામુહિક પહેરામણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાય તેમ ન હોવાના કારણે આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. ​​​​​​​

આ પણ વાંચો-Saurashtra Tamil Sangam : તમિલ બાંધવોએ કર્યા સોમનાથ દાદાની સંધ્યા આરતીના કર્યા દર્શન, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ માણ્યો

અત્યાર સુધીમાં રૈયા રોડ, રામનાથપરા, ચુનારાવાડ, ખોડિયારપરા, રાજકોટ યાર્ડ નજીક આવેલ ભરવાડ સમાજની વાડી, પાંજરાપોળ, પોપટપરા વિસ્તારમાં બેઠક મળી ગઇ છે. આ બેઠકમાં સમાજના તમામ સભ્યો, મહિલાઓ, પરિવારજનો ઉપસ્થિત રહે છે અને તેમને કુરિવાજોને કારણે પડતી મુશ્કેલી, સમસ્યા વિશે સમજાવવામાં આવે છે. આ માટે યુવાનોની ટીમ પણ બનાવાઈ છે.

બેઠકમાં જુના કુરિવાજોને બંધ કરવાનો નિર્ણય

ભરવાડ સમાજે કરેલી આવકારદાયક પહેલની વાત કરીએ તો હવે સામસામે લગ્ન હોય તો 8 તોલા અને એક જ દીકરાના લગ્ન હોય તો 10 તોલા સોનું ચઢાવાશે. છાબ પેટે માત્ર રૂ. 21 હજાર જેટલી જ ટોકન રકમ લેવામાં આવશે અને તેમાંથી માત્ર જરૂર પૂરતી જ સાડી-ડ્રેસની ખરીદી કરાશે. તથા રોકડની લેતી-દેતીને પણ સદંતર બંધ કરાશે. આ સાથે પહેરામણી પ્રથા માત્ર શુકન પૂરતી જ રહેશે. જેમાં નજીકના જ સભ્યોને સાડી-શાલની પહેરામણી કરવાનો નિર્ણય લેવાયો છે.

અત્યાર સુધીની પ્રથા શું છે ?

ભરવાડ સમાજમાં હાલમાં જે પ્રથા અમલમાં છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં 20થી 30 તોલા સોનું ચઢાવવામાં આવે છે. તથા છાબ પેટે લાખોની રકમ લેવાય છે અને તેમાંથી માત્ર કપડાની ખરીદી થાય છે. તથા મોટા પરિવારના કિસ્સામાં ઓછામાં ઓછી 200 શાલ અને 200 સાડીની પહેરામણી કરવી પડે છે. તથા લગ્ન નક્કી થયા બાદ લાખો રૂપિયાની રોકડની પણ લેતી-દેતી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે ભરવાડ સમાજ કુરિવાજો બંધ કરવા માટે પ્રયત્નશીલ છે. મોટા પ્રમાણમાં સોનું ચઢાવવાને કારણે માતા-પિતાએ વ્યાજે પૈસા લેવા પડે છે અને તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. સોના-ચાંદીના વધતા જતા ભાવ અને મોંઘવારીને કારણે મજૂર, મધ્યમવર્ગીય પરિવાર પર આર્થિક ભારણ આવે નહીં તે માટે નિર્ણય લેવા સમાજના આગેવાનો નવું બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">