Rajkot : દૂધ વિતરણ બંધ રહેતા ચાની કીટલીઓ પણ રહી બંધ

|

Sep 21, 2022 | 1:09 PM

માલધારી સમાજની દૂધની હડતાળના સમર્થનમાં રાજકોટના ટી સ્ટોલ એસોસિએશન  (Tea Stall Association )ના સભ્યો પણ જોડાયા હતા. તે અંતર્ગત 1170 થી 1200 જેટલા ટી  સ્ટોલ ધારકોએ બંધ પાડ્યો હતો.

Rajkot : દૂધ વિતરણ બંધ રહેતા ચાની કીટલીઓ પણ રહી બંધ
રાજકોટમાં દૂધ હડતાળને પગલે ચાની કીટલીઓ પણ બંધ

Follow us on

રાજકોટમાં (Rajkot) માલધારી સમાજે દૂધ વિતરણ (Milk supply) કામગીરી બંધ રાખતા શહેરની મોટાભાગની ચાની કિટલીઓ પણ બંધ રહી હતી. રાજકોટ શહેરમાં આવેલી અંદાજે 1200 જેટલી નાની મોટી ચાની કિટલીઓ બંધ રહી. ચાની કિટલી ચલાવતા લોકો પણ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માગ સાથે બંધમાં જોડાયા હતા. માલધારી સમાજે  પડતર માંગણીઓને ધ્યાનમાં રાખતા  દૂધ બંધીનું  (Strike) એલાન કર્યું હતુું. જેની અસર શહેરમાં જોવા મળી રહી છે. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી અને દૂધ મંડી તરીકે જાણીતા વિસ્તારમાં આજે માલધારીઓ દૂધનું વેચાણ બંધ કર્યુ હતું. માલધારી સમાજના આગેવાનોએ આજે દૂધનું વેચાણ બંધ કર્યુ હતું જેના કારણે 5 થી 7 હજાર લીટર દૂધ વેચાયું ન હતું,માલધારી સમાજે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આ કાયદો પાછો નહિં ખેંચાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ટી સ્ટોલ એસોસિએશને પણ બંધ પાળ્યો

માલધારી સમાજની દૂધની હડતાળ સમર્થનમાં રાજકોટના ટી સ્ટોલ એસોસિએશન  (Tea Stall Association ) પણ વિરોધમાં જોડાયા હતા.શહેરમાં 1170 થી 1200 જેટલા ટી  સ્ટોલ ધારકોએ બંધ પાડ્યો હતો. ટી  સ્ટોલ ધારકોએ જણાવ્યું હતું કે માલધારી સમાજની માંગ વ્યાજબી છે આથી અમે તેમના સપોર્ટમાં વિરોધમાં જોડાયા છીએ.  રાજકોટ અમદાવાદ હાઇ વે પર આવેલા સોખડા ચોકડી વિસ્તારમાં માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો.માલધારી સમાજે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દૂધના ટેન્કરોને રસ્તા પર ઢોળીને  વિરોધ કર્યો હતો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એરપોર્ટ રોડ પર અમૂલ પાર્લરમાં તોડફોડ

રાજકોટના માલધારી સમાજના વિરોધમાં બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. શહેરના એરપોર્ટ રોડ પર આવેલા એક અમૂલ પાર્લરમાં 15 થી 20 લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું અને ત્યાં રહેલી દૂધની કોથળીઓને તોડી નાખી હતી અને તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અમૂલ પાર્લરના સંચાલકનું કહેવું છે કે દુકાન બંધ રાખવા અંગે સરકારનો કોઇ પરિપત્ર ન હતો. માલધારી સમાજનો વિરોધ યથાવત છે ત્યારે રાજકોટ કાલાવડ હાઈ વે પર આવેલા લોધિકા તાલુકાના મેટોડા ચોકડી પાસે માલધારીઓએ રાજકોટ ડેરીનું ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળી નાખ્યું હતું અને ચક્કાજામ કર્યો હતો.

Next Article