Ahmedabad: માલધારી સમાજે યોજી વેદના રેલી, માલધારીઓને ગૌચરની જમીન કે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માગ

રખડતા ઢોર (Stray cattle) અંગે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શનમાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 2:59 PM

અમદાવાદમાં (Ahmedabad) માલધારી સમાજે વિવિધ પ્રશ્નોને લઇને રેલી (Rally) કાઢી હતી. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી. આ માલધારી વેદના રેલી ભીડભંજન હનુમાન મંદિર બાપુનગરથી લાલ દરવાજાના ભદ્રકાળી મંદિર સુધી યોજી હતી. માલધારી સમાજે રખડતા ઢોર (Stray cattle) પકડવાની કાર્યવાહીનો વિરોધ નહીં હોવાના નિવેદન સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી. માલધારી સમાજે રેલી યોજીને પોતાની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના બાપુનગરથી ભદ્રકાળી મંદિર સુધી માલધારી સમાજે વેદના રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં માલધારી યુવાનો અને આગેવાનો જોડાયા હતા. માલધારી સમાજે પોતાના વિવિધ પ્રશ્નોને લઇને આ રેલી યોજી હતી.

ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું હતુ કે, નિર્દોષ રાહદારીઓના અકસ્માતથી અમને પણ દુઃખ થાય છે. ગુજરાતના મોટા શહેરોમાં નજીકના ગામડાઓને સતત ભેળવવામાં આવે છે. પરંતુ માલધારીઓને ગૌચરની જમીન કે વસાહતો જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી. છેલ્લા 10 દિવસમાં તંત્રએ અનેક ગાયને પકડી છે. જે દંડ ભરવા છતાં ન છોડતા વાછરડાનાં મોત નિપજતા હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો. માલધારી સમાજે સરકારની કાર્યવાહીનો વિરોધ નહીં પરંતુ ઢોર સાચવવા માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">