વડોદરાના સાવલી નજીકથી સળગેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતુ થયુ – VIDEO
વડોદરાના સાવલી નજીક ધનતેજ ગામ ખાતે ગુરુવારની સાંજે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધનતેજ ગામના વિસ્તારો જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે.
વડોદરાના સાવલી ખાતે આવેલ અંતરિયાળ વિસ્તારમાં સળગેલી હાલતમાં દીપડો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ સાવલીના ધનતેજ ગામની નર્મદા વસાહત પાસેની કોતરમાં બપોરના સમયે એક સળગેલી હાલતમાં દિપડો મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા જ વનવિભાગના લોકો ઘટનૈ સ્થળે દોડી આવ્યા હતા.
વડોદરા સાવલીના અંતરિયાળ વિસ્તારમાં સળગેલી હાલતમાં દીપડો મળ્યો#Vadodara #Gujarat #TV9News pic.twitter.com/0pSVpGF09l
— Tv9 Gujarati (@tv9gujarati) April 20, 2023
વડોદરાના સાવલી નજીક ધનતેજ ગામ ખાતે ગુરુવારની સાંજે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધનતેજ ગામના વિસ્તારો જંગલ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડા જેવા કેટલાક પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં ગુરુવારની સાંજે ધનતેજ ગામ ખાતેના એક વિસ્તારમાં એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ સાવલી વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ દીપડાને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી દીપડાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ વન્યજીવોથી પાકના રક્ષણ માટે લગાવવામાં આવેલી વીજ તારના કારણે દીપડાનું મોત થયું હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. જો કે પુરાવો નાશ કરવાના આશયથી દિપડાને સળગાવ્યો હોવાની પણ આશંકા સામે આવતા સાવલી વનવિભાગના વનકર્મી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ તપાસમાં લાગી છે.