Rajkot: GST વધારાના વિરોધમાં ગુરૂવારે શહેરના તમામ બજારો અડધો દિવસ બંધ રહેશે

|

Dec 29, 2021 | 7:28 PM

GST વધારો પાછો ખેંચવાની માગ વેપારીઓએ કેન્દ્ર સરકારને કરી હતી. તેમ છતાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ ટેક્સ દર વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચીમકી વેપારીઓએ આપી છે.

Rajkot: GST વધારાના વિરોધમાં ગુરૂવારે શહેરના તમામ બજારો અડધો દિવસ બંધ રહેશે
Rajkot

Follow us on

કાપડ પર જીએસટી (GST) દર 5 ટકામાંથી 12 ટકા કરાતા રાજકોટ (Rajkot)ના કાપડના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના કાપડના તમામ વેપારીઓ 30 ડિસેમ્બરે સવારથી બપોર સુધી દુકાન બંધ રાખી વિરોધ નોંધાવશે. અંદાજે 5 હજારથી વધુ વેપારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. કાપડના વેપારીઓએ ગત સપ્તાહે વડાપ્રધાન અને નાણામંત્રીને પત્ર લખી આ અંગે રજુઆત કરી હતી. હવે વેપારીઓ ટેક્સના દરનો વિરોધ કરશે.

 

ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચીમકી

કોરોનાની પરિસ્થિતીમાં કાપડના વેપારીઓને પહેલેથી જ નુકસાન થયેલું છે, ત્યાં GST વધારવામાં આવે તો વધારે નુકસાન થવાની શક્યતા છે. GST વધારો પાછો ખેંચવાની માગ વેપારીઓએ કેન્દ્ર સરકારને કરી હતી. તેમ છતાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો આ ટેક્સ દર વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચીમકી વેપારીઓએ આપી છે. વેપારીઓની રજૂઆત છે કે નાના વેપારીઓનો ધંધો-રોજગાર પડી ભાંગશે તો તેની સાથે સંકળાયેલા અન્ય લોકોને મળતી રોજીરોટી બંધ થઈ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

”વેપારીઓને નુકસાન જશે”

કાપડ પર જીએસટી દર 12 ટકા કરવા મામલે વધુ માહિતી આપતા હોલસેલ ટેક્સટાઈલ્સ વેપારીએ જણાવ્યું હતું કે કાપડ પર જે રીતે ટેક્સ દર વધારવામાં આવ્યો છે. તેનાથી ગ્રાહક અને વેપારી બન્નેને નુકસાન જશે. ટેક્સ દર વધતા કાપડના ભાવ વધશે અને આ વધારાનો બોજ ગ્રાહક પર આવશે. જ્યારે નાના વેપારીનો ધંધો-રોજગાર પડી ભાંગવાની શક્યતા છે.

 

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

 

આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી

Published On - 5:38 pm, Wed, 29 December 21

Next Article