આનંદો ! રાજકોટને મળશે નવી ફ્લાઈટ, એરપોર્ટમા વધુ પાર્ક કરી શકાશે વિમાન

અત્યાર સુધી ફલાઇટને પાર્કિંગ માટેની કોઇ જગ્યા ન હોવાને કારણે નવી ફલાઇટ (New Flight) શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર વીઆઇપી મુવમેન્ટ હોવાને કારણે ચાર્ટડ પ્લેન પણ હોય છે. જો કે હવે નવી ફલાઇટ પણ મળવાની શક્યતા છે.

આનંદો ! રાજકોટને મળશે નવી ફ્લાઈટ, એરપોર્ટમા વધુ પાર્ક કરી શકાશે વિમાન
Rajkot Airport (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 06, 2022 | 6:46 PM

રાજકોટ (Rajkot Latest News) સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. રાજકોટ એરપોર્ટને (Rajkot Airport) વધારાના 4 પાર્કિંગની સુવિધા આપવાની જાહેરાત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી રાજકોટ એરપોર્ટ પર એક મોટું વિમાન અને એક નાનુ ચાર્ટડ વિમાન પાર્ક થાય તેટલી કેપેસીટી હતી. પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે તેમાં વધારો કરીને રાજકોટ એરપોર્ટ પર ચાર ફલાઇટ રહી શકે તે માટે ડાયરેક્ટ જનરલ ઓફ સિવીલ એવીએશન દ્વારા 4 નવા એપ્રેન એટલે કે પાર્કિંગ કરવાની પરવાનગી આપી છે. આ પરવાનગીથી રાજકોટ એરપોર્ટ પરથી નવી ફલાઇટો ઉડાન ભરશે.

હાલમાં 10થી વધુ ફલાઇટ ઉડાન ભરે છે.

રાજકોટ એરપોર્ટ પર સૌરાષ્ટ્રનો ટ્રાફિક સારા પ્રમાણમાં મળી રહ્યો છે. શહેરમાં દરરોજ દિલ્લી અને મુંબઇની 4-4 ફલાઇટ ઉડાન ભરે છે. આ ઉપરાંત ગોવા તથા બેંગલોરની ફલાઇટ ઉડાન ભરે છે. અત્યાર સુધી ફલાઇટને પાર્કિંગ માટેની કોઇ જગ્યા ન હોવાને કારણે નવી ફલાઇટ શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટ હોવાને કારણે ચાર્ટડ પ્લેન પણ હોય છે. જો કે હવે નવી ફલાઇટ પણ મળવાની શક્યતા છે.

જયપુર, કોલકતા અને બનારસની ફલાઇટો થશે શરૂ

રાજકોટ એરપોર્ટ પર ફલાઇટ પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે જ્યારે બે ફલાઇટ પાર્કીંગમાં હોય તો અન્ય ફલાઇટને હવામાં જ ચક્કર લગાવવા પડે છે. જેથી ઇંધણનો વપરાશ પણ વઘારે થતો હતો. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓ દ્વારા રાજકોટથી જયપુર, કોલકતા અને બનારસ માટેની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો કે પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે એરલાઇન્સ કંપની ફલાઇટ શરૂ કરવાની મંજૂરી ન મળી હતી. જો કે હવે નવા એપ્રેન-પાર્કિંગને મંજૂરી મળતા 15 જૂન બાદ નવી ફલાઇટો પણ શરૂ થશે જેનો સૌરાષ્ટ્રને સીધો ફાયદો મળશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉલ્લેખનીય છે કે, પાર્કિંગની સમસ્યા હોવાને કારણે ફ્લાઈટ કેન્સલ થઈ હોય તેમજ ડાયવર્ટ કરવી પડી હોય તેવા સમાચાર અવાર નવાર આવતા હતા. તેમજ મુસાફરોને પણ મુશ્કેલી વેઠવી પડતી હતી. જ્યારે હવે નવા પાર્કિંગની સુવિધા શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ તમામા સમસ્યાઓનું નિરાકરણ આવશે. તેમજ નવી ફ્લાઈટ શરૂ થવાથી મુસાફરોનો સમય પણ બચશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">