RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું
CORONA : ડો.સી.ડી.એસ.કચોટે કહ્યું હતું કે હાલમાં કેસોની સંખ્યા વધી રહી છે.જો કે ત્રીજી લહેરની શક્યતા નહિવત છે.
કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાવ તો ડબલ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી લોકો કોરોનાથી બચી શકે.
RAJKOT : હાલમાં કોરોના (CORONA)વાયરસના ઓમિક્રોન(OMICRON) વેરીએન્ટને લઇને દેશભરમાં દહેશતનો માહોલ જોવા મળી રહી છે ત્યારે રાજકોટ એઇમ્સ (RAJKOT AIIMS) ના ડાયરેક્ટર ડો.સી.ડી.એસ.કટોચે (Dr.CDS Katoch) ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર આપ્યા છે. રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર કર્નલ સી.ડી.એસ. કટોચે કહ્યું હતું કે ઓમિક્રોનને લઇને વિવિધ સંસ્થાઓ સંશોધન કરી રહી છે.તમામ સંસ્થાઓનું એક તારણ સામે આવ્યું છે કે કોરોના વાયરસના ડેલ્ટા (DELTA)વેરીએન્ટ કરતા ઓમિક્રોન વેરીએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યું છે પરંતુ તેની ઘાતકતા ઓછી છે.ઓમિક્રોન પોઝિટિવ કેસ દર્દીને એક વેક્સિન જેવું કામ પૂરૂ પાડશે જેના કારણે શરીરમાં એન્ટિબોડી (Antibody)માં મદદરૂપ થઇ શકશે.
દરેક વાયરસ તેનું સ્વરૂપ બદલે છે,સમયાંતરે તેની તિવ્રતા ઘટે છે ડો.સી.ડી.એસ.કટોચે વધુમાં કહ્યું હતું કે જેનો જન્મ છે તેનો અંત નિશ્વિત છે અને તેવું વાયરસમાં પણ જોવા મળતું હોય છે. કોરોનાનો વાયરસ આવ્યા બાદ પ્રથમ લહેરમાં તેનો આરંભ થયો હતો અને બાદમાં ડેલ્ટા વેરીએન્ટમાં તેની ઘાતકતા જોવા મળી હતી.
જો કે ઓમિક્રોનની ઘાતકતા ઓછી છે એટલે કે વાયરસ હવે નબળો પડી રહ્યો છે.જેનો મતબલ છે કે વાયરસ શરીરમાં પ્રવેશે છે પરંતુ તે એન્ટિબોડી સામે ટકી શકતો નથી.જેથી ઓમિક્રોનનું સંક્રમણ થશે તો પણ શરીરમાં એન્ટિબોડી હોવાથી તે ખાસ અસર નહિ કરે તેવો રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે દાવો કર્યો હતો.
ત્રીજી લહેરમાં કેસો વધશે પરંતુ વેવ આપવવાની શક્યતા નહિવત ડો.સી.ડી.એસ.કટોચે કહ્યું હતું કે હાલમાં કેસોની સંખ્યા વધી રહી છે.જો કે ત્રીજી લહેરની શક્યતા નહિવત છે,તેમણે વધુમાં કહ્યું હતું કે વેવ કે લહેરનો મતલબ થાય છે કે તમામ સરકારી સુવિધાઓ મેડિકલની સુવિધાઓ ઓછી પડે જે બીજી લહેરમાં જોવા મળ્યું હતું પરંતુ આ વખતે એવું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.હા તેમણે એવું જરૂર કહ્યું હતું કે કેસોમાં થોડો વધારો આવી શકે છે અને માર્ચ મહિનામાં તેની શક્યતા વધારે છે.
જાહેર કાર્યક્રમોમાં ડબલ માસ્ક પહેરવું ડો.સી.ડી.એસ.કટોચે કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની જંગમાં માસ્ક એક શ્રેષ્ઠ વિકલ્પ છે.રાજકીય કે સામાજિક કાર્યક્રમોમાં લોકોએ ભાગ લેતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાવ તો ડબલ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે જેથી લોકો કોરોનાથી બચી શકે.
આ પણ વાંચો : Rajkot: કોરોનાના નિયમો ભુલી ડીજેના તાલે ઝુમ્યા વિદ્યાર્થીઓ, વીડિયો થયો વાયરલ