Rajkot: કોરોનાના નિયમો ભુલી ડીજેના તાલે ઝુમ્યા વિદ્યાર્થીઓ, વીડિયો થયો વાયરલ
મારવાડી યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા જ એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી હોવાની માહિતી છે. તેમ છતા કોલેજ કેમ્પસમાં આ પ્રકારની નિયમોના ધજાગરા ઉડાડતી પાર્ટીનું આયોજન અનેક સવાલો ઊભા કરી રહ્યુ છે.
રાજકોટ (Rajkot)ની મારવાડી યુનિવર્સિટી (Marwadi University)ના હોસ્ટેલના થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતે યોજાયેલી વેલકમ 2022 પાર્ટી (Welcome 2022 Party)નો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પણ વિદ્યાર્થી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતો જોવા મળી રહ્યો નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
માસ્ક વગર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાચ્યા
રાજકોટની મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતે યોજાયેલી વેલકમ 2022 પાર્ટીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર વિદ્યાર્થીઓ ડિજે ના તાલે ઝુમ્યા હતા. સરેઆમ કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરતી આ પાર્ટી અંગે વીડિયો વાયરલ થયા બાદ પોલીસને જાણ થઇ છે. મારવાડી કોલેજ કેમ્પસમાં યોજાયેલી આ પાર્ટીની મંજુરી કોણે આપી અને કોણે પાર્ટીનું આયોજન કર્યુ તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા વિદ્યાર્થિની આવી હતી પોઝિટિવ
એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી તરફ આવા ગાઇડલાઇનના ધજાગરા થતા હોય તેવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. મોટી વાત તો એ છે કે મારવાડી યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા જ એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી હોવાની માહિતી છે. તેમ છતા કોલેજ કેમ્પસમાં આ પ્રકારની નિયમોના ધજાગરા ઉડાડતી પાર્ટીનું આયોજન અનેક સવાલો ઊભા કરી રહ્યુ છે.
વીડિયો વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસે નિવેદન આપ્યુ છે કે જેણે પાર્ટીનું આયોજન કર્યુ અને જેણે પાર્ટીની મંજુરી આપી તે બે લોકોને પ્રાથમિક ધોરણે આરોપી માનવામાં આવે છે. બાકીની વિગત તપાસમાં જાણવા મળશે અને તે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે.
આ પણ વાંચોઃ દ્વારકામાં કોરોનાના નિયમો ભુલાયા, યાત્રિકોનુ ઘોડાપુર ઉમટ્યું