AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પડધરીના નાની ખીજળિયા ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના પણ ફૂટ પ્રિન્ટ મળ્યા છે. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે.

Rajkot: પડધરીના નાની ખીજળિયા ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી
પ્રતિકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 8:21 AM
Share

શનિવારે વહેલી સવારે રાજકોટ(Rajkot) જિલ્લાના પડધરીના નાની ખીજળિયા ગામમાં એક નવજાત બાળકી (New born baby) લાલ કપડામાં ઢાંકેલી મળી આવી હતી. જ્યાં ગામના આગેવાને 108ને જાણ કરી હતી. ત્યારે વાળી માલિક નવલસિંહ જાડેજાએ ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો હતો.

ગ્રામજનોમાં ફૂલ જેવી બાળકીને તરછોડી મુકનાર માતા-પિતા સામે રોષ ભભૂકી ઉઠયો છે તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નવજાતનો જન્મ અંદાજે રાતે 3 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. નવજાત બાળકીને ત્યજેલી જગ્યાથી 100 મીટર દૂર રોડ પર જ ડિલેવરી થઈ હોવાના પુરાવા પોલીસે એકત્ર કર્યા. પોલીસે બાળકીના DNA અને રોડ પરથી લીધેલા લોહીના નમૂના FSLમાં મોકલ્યા છે.

રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના પણ ફૂટ પ્રિન્ટ મળ્યા છે. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે મોબાઈલ ટાવર ડમ્પ અને આંગણવાડી વર્કરના આધારે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે આ નવજાત બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી સીમમાંથી મળી હોય ત્યાં સીસીટીવી કેમેરાની સુવિધા ના હોવાથી બાળકીની માતાની ઓળખ મુશ્કેલ છે. આમ છતાં આંગણવાડીમાંથી સગર્ભાઓની માહિતી મેળવી બાળકીની માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Vadodara: લવ જેહાદના કેસમાં મુખ્ય આરોપીના માતા-પિતા સહીત વધુ ચાર વ્યકિતની અટકાયત

g clip-path="url(#clip0_868_265)">