Vadodara: લવ જેહાદના કેસમાં મુખ્ય આરોપીના માતા-પિતા સહીત વધુ ચાર વ્યકિતની અટકાયત
Vadodara love jihad case: ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station)માં યુવતીએ પતિ સમીર કુરેશીના વિરુદ્ધ સોગંદનામું કરીને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી.
રાજ્યમાં લવ જેહાદ (Love Jihad)નો કાયદો લાગુ થયા બાદ વડોદરામાં (Vadodara) પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. યુવતીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (police) યુવતીના પતિ સહીત વધુ 4 આરોપીની ધરપકડ કરી હતી.
ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station)માં યુવતીએ પતિ સમીર કુરેશીના વિરુદ્ધ સોગંદનામું કરીને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ દાખલ કરી હતી. આ બાદ ગણતરીના કલાકમાં જ પોલીસે સમીર કુરેશીના માતા,પિતા, બહેન અને કાઝી સહીત ચારની અટકાયત કરી છે.
સમીરની બહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને એસીપી એસ.સી એસ.ટી સેલને સોંપી દીધા હતા. કાઝીએ કલેકટરેની પૂર્વ મંજૂરી વગર આ નિકાહ કરાવ્યા હતા.
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી