રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94. 64 ટકા જેટલું મતદાન નોંધાયું, આજે પરિણામ
ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન થયું હતુ. કુલ 583 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો નોંધાયા હતા.
રાજકોટના(Rajkot) ગોંડલ (Gondal) માર્કેટ યાર્ડની(Market Yard) ચૂંટણીનું(Election) આજે પરિણામ આવશે. આજે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતગણતરી થશે. ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94.64 ટકા મતદાન થયું હતુ. કુલ 583 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 616 મતદારો નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટયાર્ડમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા યથાવત રહેશે. વેપારી વિભાગની 4 બેઠક બિનહરીફ થઈ છે. તો ખરીદ-વેચાણ સંઘની 2 બેઠક પણ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈએ ફોર્મ પરત ખેંચ્યું છે. જયારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તાલુકા તેમજ શહેર ભાજપ પ્રમુખની મહેનતથી તમામ બેઠક બિનહરીફ થઈ છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા હતા. 10 ખેડૂત વિભાગ માટેના, 2 સહકારી જ્યારે કે 4 વેપારી વિભાગ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
જો કે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરીફ થવાની પૂર્વ મંત્રી સહકારી આગેવાન જયેશ રાદડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં કોંગ્રેસે આઠ બેઠક પર ફોર્મ ભરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.