Rajkot : ભવિષ્યના ડોક્ટરો કે મુન્નાભાઈ! PDU મેડિકલ કોલેજમાં MBBSના 200 વિધાર્થીઓ ગેરશિસ્ત બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ

મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ ગેરશિસ્ત બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 15 દિવસ સુધી આ વિધાર્થીઓના કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Rajkot : ભવિષ્યના ડોક્ટરો કે મુન્નાભાઈ! PDU મેડિકલ કોલેજમાં MBBSના 200 વિધાર્થીઓ ગેરશિસ્ત બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:35 PM

Rajkot : રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં (Medical College) વિદ્યાર્થીઓના ગેરશિસ્ત બદલ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ ગેરશિસ્ત બદલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓેને 15 દિવસ સુધી કોમ્યુનિટી મેડીસીન વિષયના અભ્યાસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે જો 15 દિવસમાં વર્તન નહિ સુધરે તો આ વિધાર્થીઓના કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે

આ પણ વાંચો- Breaking news : ભાજપની કેન્દ્રીય ટીમની જાહેરાત, બી એલ સંતોષ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે યથાવત, જે.પી નડ્ડાની ટીમમાંથી ગુજરાતની બાદબાકી ! જુઓ Video

20 તારીખે ક્લાસરૂમમાં ગેરશિસ્ત કરીને ક્લાસરૂમ શરૂ કરવા ન દીધો

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં ગત 20 જુલાઇના રોજ પી.એસ.એમ વિભાગમાં લેક્ચર લેવા માટે પ્રોફેસર આવ્યા ત્યારે હાજર વિધાર્થીઓને જરૂરી સૂચના આપવા છતા શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતુ અને ખલેલ પહોંચાડીને શૈક્ષણિક કાર્ય ખલેલ પહોંચાડીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા દીધું ન હતું.જેના કારણે 31 જુલાઇથી 14 ઓગસ્ટ સુધી 15 દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

હજુ વિધાર્થીઓ નહિ સૂધરે તો વાલીઓને બોલાવાશે-ડીન

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ડીન દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં વિધાર્થીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે વિધાર્થીઓ દ્રારા જે ગેરશિસ્ત ભર્યુ વર્તન કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે અને તેના કારણે 15 દિવસ સુધી શૈક્ષણિક કાર્યમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.વિધાર્થીઓને કડક સૂચના આપવામાં આવી છે કે જો વિદ્યાર્થીઓ હજુ તેનું વર્તન નહિ સૂધારે તો આગામી દિવસોમાં વાલીઓને બોલાવવામાં આવશે અને કડક પગલાં લેવામાં આવશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">