PM Modi ની સભાનું બહાનું આગળ ધરીને પોલીસે યાજ્ઞિક રોડને વન વેમાંથી મુક્તિ આપી
યાજ્ઞિક રોડ પર વન વે જાહેર કરવામાં આવતા ન્યૂ જાગનાથ,મહાકાળી મંદિર રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ વિરોધ કર્યો હતો.વેપારીઓએ બે દિવસ સુધી 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓએ દાવો કર્યો હતો કે વન વે ના કારણે લોકોની અવર જવર નહિવત થઇ ગઇ છે અને તેના કારણે તેના ધંધા રોજગારને માઠી અસર પડી રહી છે.

Rajkot: રાજકોટના યાજ્ઞિક રોડ(Yagnik Road) પર ચાર મુખ્ય રસ્તાઓ પર વન વે ના ઉતાવળા નિર્ણયને કારણે વેપારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો ત્યારે આજે ટ્રાફિક પોલીસ(Traffic Police) દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના(PM Modi) કાર્યક્રમનું બહાનું આગળ ધરીને યાજ્ઞિક રોડ પરના વન વે હટાવી દીધા છે અને વન વેમાંથી મુક્તિ આપી છે.પોલીસ આ નિર્ણયને હંગામી ગણાવી રહી છે ત્યારે કેટલા દિવસ સુધી આ વન વે માંથી મુક્તિ મળે છે તે જોવાનું રહેશે.
વેપારીઓના સૂચનો લેવામાં આવશે-એસીપી
આ અંગે ટ્રાફિક બ્રાન્ચના એસીપી ગઢવીએ કહ્યું હતું કે પોલીસ કમિશનર દ્રારા યાજ્ઞિક રોડ પર વન વે ને લઇને જે જાહેરનામૂં બહાર પાડવામાં આવ્યું છે તે 30 દિવસનું હંગામી છે.હાલમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોવાથી કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે જેના કારણે હાલ પુરતા આ વન વેમાંથી મુક્તિ આપી છે જો કે ફરી વન વે શરૂ કરતા પહેલા વેપારીઓના સૂચન મંગાવવામાં આવશે.વેપારીઓના સૂચનો બાદમાં આ વન વે ને લઇને કાયમી નિર્ણય લેવામાં આવશે.
વેપારીઓએ કર્યો હતો વિરોધ
યાજ્ઞિક રોડ પર વન વે જાહેર કરવામાં આવતા ન્યૂ જાગનાથ,મહાકાળી મંદિર રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ વિરોધ કર્યો હતો.વેપારીઓએ બે દિવસ સુધી 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.વેપારીઓએ દાવો કર્યો હતો કે વન વે ના કારણે લોકોની અવર જવર નહિવત થઇ ગઇ છે અને તેના કારણે તેના ધંધા રોજગારને માઠી અસર પડી રહી છે.
આ નિર્ણય પાછો ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ હવે પોલીસે હાલમાં હંગામી ધોરણે આ નિર્ણયને પરત ખેંચતા રાહતનો શ્વાસ લીધો છે અને આ નિર્ણયની ફરી અમલવારી ન થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો