કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
Amit shah (File Image)

કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમ પર એક નજર કરીએ તો અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોને લોકાર્પણ કરશે. જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. આજે સવારે 09:30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાશે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 26, 2022 | 8:05 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH) વધુ એકવાર ગુજરાતની મુલાકાતે છે. આમ તો ગુજરાત (Gujarat) ગૃહમંત્રી અમિત શાહ તથા PM નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની હિલચાલ વધી ગઈ છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પણ નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. યુપીના સીએમની શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યક્રમ પર એક નજર કરીએ તો અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોને લોકાર્પણ કરશે. જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. આજે સવારે 09:30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાશે. સાથે જ ગરીબ – જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થા શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10:30 કલાકે વિવિધ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવાશે.

સાથે જ જાહેર સભાને પણ અમિત શાહ સંબોધશે. 11:45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેરસભાના સ્વરૂપમાં કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતમાં સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાશે.

સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેરસભા સ્વરૂપે યોજાશે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતી યુક્ત બને તે દિશામાં અમિતભાઇ શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહના પોતાની લોકસભાના વધુ પ્રવાસ યોજવા જઇ રહ્યા છે. ગાંધીનગર લોકસભામાં કલોલની વાત કરવામાં આવે તો હજુ પણ આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગાંધીનગર લોકસભામાં આવતી માણસા, ક્લોલ તેમજ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જનતાને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના MLA પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે 2022 ની ચૂંટણી પહેલા આ વિસ્તારો ને ભાજપ તરફી કરવાનો પણ એક પ્રયાસ છે.

આ પણ વાંચો-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરાના સુખાલીપુરા ગામની ઓચિંતી મુલાકાત, ગામમાં વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો-

Jamnagar: INS વાલસુરાને પ્રેસિડેન્ટસ કલર એવોર્ડથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નેવીના 150 જવાનો દ્વારા વિશેષ પરેડનું આયોજન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati