રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી
કોમી એકતા ન ડહોળાઇ તે હેતુથી રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી છે. જેમાં સમાજના આગેવાનોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.
RAJKOT : ધંધુકામાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. ઠેરઠેર હિન્દુ સંગઠનો (Hindu organizations)દ્વારા આ ઘટનાનો વિરોધ કરીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આવી ઘટનાઓના કારણે કોમી એકતા(Communal unity) ન ડહોળાઇ તે હેતુથી રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી છે. જેમાં સમાજના આગેવાનોને શાંતિ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના (Hindu Muslim)આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ (Praveen Kumar Meena)શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
રાજકોટની શાંતિ ન ડહોળાઇ તે માટે તમામ પ્રયત્નશીલ છે
આ અંગે મુસ્લિમ આગેવાન હબીબ કટારિયાએ કહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અહીંની શાંતિની મિસાલ આપવામાં આવે છે. ત્યારે રાજકોટનું વાતાવરણ ન બગડે તે માટે તમામ મુસલીમ આગેવાનો પ્રયત્નશીલ છે. ધંધુકામાં જે ઘટના બની તેને મુસલીમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે. લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે કોઇપણ વ્યક્તિના ઉશ્કેરાટમાં ન આવવું અને કોઇ પણ ખોટું પગલું ન ભરવું. હિન્દુ સમાજના આગેવાનોએ પણ રાજકોટમાં શાંતિ જળવાઇ રહે તે માટે ખોટી કોમેન્ટો અને ખોટી પોસ્ટ ન મુકવા અપીલ કરી છે.
તોફાની -ઉશ્કેરણી કરતા તત્વોની માહિતી આપવા પોલીસે વિનંતી કરી
આ અંગે રાજકોટના ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ તમામ સમાજના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.ડીસીપીએ કહ્યું હતું કે રાજકોટની શાંતિ આગેવાનોને કારણે જળવાઇ રહી છે અને આ જળવાઇ રહે તે માટે સૌની સહયારી જવાબદારી છે.ડીસીપીએ વધુમાં કહ્યુ હતુ કે આ ઘટના બાદ કોઇ તોફાની તત્વો દ્રારા ઉશ્કેરણી કરવામાં આવે અથવા તો વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છેકે, ગત રાત્રીએ રાજકોટના વિનય ડોડિયા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક હિન્દુ ધર્મની ધાર્મિક પોસ્ટ મુકી હતી. જેનો એક વિધર્મી યુવકે વિરોધ કર્યો. આ વિધર્મી યુવકે આ પોસ્ટ દુર કરવાની ધમકી આપી બિભસ્ત ગાળો લખી હતી.
આ પણ વાંચો : રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ, સોશિયલ મિડીયાની ધાર્મિક પોસ્ટ વિધર્મીએ દુર કરવા કર્યુ દબાણ
આ પણ વાંચો : Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું