Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું
કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને 9 દિવસના રિમાન્ડ પર મોકલવાની સાથે અમદાવાદના એક મૌલવીને પણ પકડી લેવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં 6 મૌલવીઓ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે
પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે
ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદીત પોસ્ટના (Controversial post) કારણે કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને 9 દિવસના રિમાન્ડ પર મોકલવાની સાથે અમદાવાદના એક મૌલવીને પણ પકડી લેવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં 6 મૌલવીઓ પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ દ્વારા જામનગરમાં પણ એક યુવાનની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની વીગતો પણ સાંપડી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારાઓને સબક શિખવવા માટે આ સમગ્ર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનામાં પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શખ્સે હથિયાર પૂરું પાડ્યા હોવાની માહિતી મળી છે. દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીર સમાએ હથિયાર આપ્યા હોવાની શંકા છે. અજીમ સમા ગઇકાલ રાતથી ફરાર છે. અમદાવાદ પોલીસની ટીમે પણ રાજકોટમાં તપાસ કરી છે. અજીમ અને તેના બન્ને ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવી રહ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે. આ બાબતે વસીમ ઉર્ફે બચો બસીરભ સમા અને જુબેર બસીર સમાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે.
રવિવારે ધંધુકા બંધની જાહેરાત
અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. હત્યાની ઘટનાના વિરોધમાં રવિવારે ધંધુકા બંધની જાહેરાત કરી છે. ધોળકા વિશ્વ હિન્દૂ પરિષદ ધોળકા પ્રખંડ દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. જેને ધંધુકાના વેપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે તો આ તરફ બોટાદના બરવાળા શહેરમાં પણ બંધનું એલાન કરાયું છે. બરવાળામાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
