Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા, 4 દિવસમાં લુખ્ખાઓના જાહેરમાં આતંકની 4 ઘટના ઉપરાછાપરી આવી સામે-Video

રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. ગુનાહિત તત્વોને કાયદાનો જાણે કોઈ ડર જ નથી રહ્યો. જાહેરમાં મારામારી, લુખ્ખાગીરીની બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં જાહેરમાં લુખ્ખાગીરી અને મારામારીની 4 ઘટના સામે આવી. જેને લઈને શહેરની કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે.

Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 13, 2023 | 6:21 PM

વેપાર-ધંધા,ઉદ્યોગ અને રહેણી કરણીની દ્રષ્ટીએ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. ત્યારે ગુનાખોરીની બાબતમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. દરરોજ રાજકોટમાંથી લુખ્ખાઓના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા 4 દિવસમાં લુખ્ખાગીરી અને મારામારીની 4 ઘટનાઓ સામે આવી જેણે શહેરભરમાં ચકચાર મચાવી છે ત્યારે શહેરમાં પોલીસની ધાક અને કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો.

ઘટના 1–રવિવાર,10 ડિસેમ્બર

રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા એવા કાલાવડ રોડ પર નકળંક ચા પાસે રાત્રિના સમયે મારામારીનો વીડિયો સામે આવ્યો. વીડિયોમાં એક યુવતી અને 2 શખ્સો એક યુવકને પાઇપ વડે માર મારી રહ્યા છે. સૂત્રો તરફથી ઘટનાની મળતી માહિતી મુજબ યુવકે યુવતીની છેડતી કરવા મુદ્દે આ યુવકને માર માર્યો અને આ યુવકે પણ પહેલા યુવતીને માર માર્યો હતો. પોલીસે આ ઘટનામાં વીડિયોમાં મારામારી કરી રહેલા તમામ લોકોની ધરપકડ કરી હતી.

ઘટના 2–રવિવાર 10 ડિસેમ્બર

અન્ય ઘટનાની વિગત જોઈએ તો શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા નાના મવા ચોકડી પર એક યુવક અને એક યુવતી અન્ય યુવકને લાકડી વડે માર મારી રહ્યા છે. આ ઘટનાનું કારણ સામે નથી આવી રહ્યું અને વાક કોઈનો પણ હોય માર મરનાર યુવક અને યુવતીએ કાયદો હાથમાં લીધો તે હકીકત છે.

Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!
1 રુપિયામાં 1GB ડેટા આપી રહ્યું BSNL ! ઓફર જોઈ તૂટી પડ્યા લોકો

ઘટના 3–મંગળવાર, 12 ડિસેમ્બર

આ ઘટના શહેરના યાજ્ઞિક રોડ પરની છે. જ્યાં 24 કલાક લોકોની અવર જવર રહે છે. એમાં પણ આ ઘટના ધોળા દિવસે બની છે. જેમાં એક યુવકને રોડ પર જાહેરમાં કેટલાક શખ્સો દ્વારા માર મારીને કારમાં ઉઠાવી લેવાયો હતો. લોનના રૂપિયાની ઉઘરાણીને લઈને આ લુખ્ખા તત્વોને કાયદો હાથમાં લીધો હતો. જો કે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નહોતી નોંધાઈ.

ઘટના 4–બુધવાર,13 ડિસેમ્બર

ત્યારે ચોથા દિવસમાં આ ચોથી ઘટના સામે આવી જેમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવ્યા, મોટામવા વિસ્તાર સરિતા વિહાર સોસાયટી પાસે બ્રીજ પર સામસામે કેટલાક શખ્સો મારા મારી કરતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં ચુડાસમા પરિવારની વેલ આગમન વિધિ બની આકર્ષણનું કેન્દ્ર- કારણ જાણીને આપ પણ ચોંકી જશો- જુઓ તસ્વીરો

છેલ્લા 4 દિવસમાં સામે આવેલી આ ઘટનાઓએ પોલીસની કામગીરી અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ચોક્કસથી ઉઠાવ્યા છે. ત્યારે રાજકોટ પોલીસે કડક કાર્યવાહી કરીને આ અસમાજિક તત્વોને બાનમાં લેવા જરૂરી છે નહિતર આવા લુખ્ખા તત્વો રાજકોટ શહેરને બાનમાં લઈ લેશે તે વાત ચોક્કસ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">