Gujarat : રેસિડેન્ટ તબીબોની હડતાળનો આંશિક અંત, આંદોલનમાં પડયા ભાગલા

રાજ્યમાં એક સપ્તાહથી ચાલી રહેલી રેસિડેન્ટ તબીબોની હડતાળનો આંશિક અંત આવી ગયો છે. વડોદરા અને રાજકોટમાં તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 11:36 PM

Gujarat : રાજ્યમાં એક સપ્તાહથી ચાલી રહેલી રેસિડેન્ટ તબીબોની હડતાળનો આંશિક અંત આવી ગયો છે. વડોદરા અને રાજકોટમાં તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. આ બંને શહેરોના હડતાળિયા તબીબોને આશા છે કે રાજ્ય સરકાર તેઓની માગણી સંતોષશે. જે અંગે તેઓએ આરોગ્ય કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરી છે. જોકે અમદાવાદમાં ચાલી રહેલા તબીબોના આંદોલનમાં ભાગલા પડ્યા છે. કેટલીક કોલેજોના હડતાળીયા તબિબો કામ પર લાગ્યા છે. તો ક્યાંક તબીબોની હડતાળ યથાવત છે.

અહીં નોંધનીય છેકે, સિન્ડિકેટ ડોક્ટરોને પહેલા અને બીજા વર્ષના રેસિડન્ટને કોવિડ ડ્યુટીના બદલે બોન્ડના લાભમાંથી બાકાત રખાયા છે. સરકારે નક્કી કરાયેલા નિયમ મુજબ બોન્ડ અપાયા છે. DH,SDH,CHC મા ડેપ્યુટેશન કરવામાં આવશે. ડેપ્યુટેશનમાં સ્ટાઇપેન્ડ સિવાય કોઇ ભથ્થા મળશે નહી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">